વાઘોડિયા રોડ પર હોટલમાં AHTUની ટીમે રેડ કરી સગીરને મુક્ત કરાવ્યો
વાઘોડિયા રોડ પરથી દશાલાડ ભવન પાસે આવેલી બોમ્બે પંજાબી ખાનાની હોટલમાં એએચટીયુની ટીમે રેડ કરીને બાળ મજુરી કરાવતા વેપારીને અટકાયત કરી હતી. જ્યારે સગીર બાળકને હોટલ માલિકના ચુંગાલમાંથી મુક્ત કરાવીને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપાણીની લારી, હોટલ અને રેસ્ટોરન્ટ સહિતના વેપારીઓ દ્વારા સગીર બાળકોને નોકરી પર રાખીને તેમનું સામાન્ય વળતર આપીને શારીરિક શોષણ કરતા હોય છે. ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિક સ્કોડ દ્વારા અવાર નવાર સપાટો બોલાવવામાં આવે છે. ત્યારે 26 માર્ચના રોજ એએચટીયુની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ડભોઇ દશાલાડ ભવન પાસે આવેલી હરીગંગા ટેનામેન્ટમાં આવેલી પંજાબી ખાના ખાનાના દુકાનમાં હોટલ માલિક સગીર બાળક પાસે બાળમજુરી કરાવે છે. જેથી એએચટીયુની ટીમ દ્વારા બોમ્બે પંજાબીખાની હોટલમાં દરોડો પાડ્યો હતો. ત્યારે સ્થળ પરથી ત્યાં કામ કરતો 16 વર્ષીય સગીર બાળક મળી આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા હોટલ માલિક પપ્પુ ભોગીરામ વાઘેલા (રહે. પ્રતિમનગર વાઘોડિયા રોડ વડોદરા મૂળ, રાજસ્થાન)ને વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે બાળકને હોટલ માલિકાના ચુંગાલમાંથી મુક્ત કરાવીને તેના પરિવારના સભ્યોને સોંપ્યો હતો.
