કાર્યવાહીથી બચવુ હોય તો રૂ.40 હજાર આપવા પડશે કહી લાંચ માગી હતી
પ્રતિનિધિ વડોદરા તા.26
વડોદરાના અકોટા વિસ્તારમાં ભવિષ્ય નિધિ ભવન ખાતે પી એફ કેચરીમાં પીએફ ઇન્સ્પેક્ટર રૂ. 40 હજારની લાંચ લેતા એસીબીની છટકામાં ઝડપાઇ ગયા હતા. આરોપીની વધુ પૂછપરછ કરવા માટે પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એસીબી દ્વારા રિમાન્ડ પુરા ફરી આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો ત્યારે કોર્ટ દ્વારા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો.
વડોદર શહેર અકોટા વિસ્તારમાં આવેલી ભવિષ્ય નિધિની કચેરીમાં અરજદાર ગયા હતા અને પી એફ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બિનોદકુમાર હરિકાંત શર્માને મળ્યા હતા. ત્યારે તેઓએ અરજદારને કર્મચારીઓના પ્રોવિડન્ડના ડોક્યુમેન્ટસ જમા કરાવવાની તારીક જતી રહી છે. જેથી હવે તમારા પર કેસ થશે અથવા દંડ ભરવો પડશે. જો તમારે આ કાર્યવાહીથી બચવુ હોય તો રૂ. 50 હજાર આપવા પડશે તેમ કહીને લાંચની માગણી કરી હતી. બંને વચ્ચે રકઝક બાદ રૂ.40 હજાર આપવાનું નક્કી થયું હતું. જેમાં પરંતુ અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એસીબીએ છટકુ ગોઠવીને પી એફ ઇન્સ્પેક્ટરને લાંચની રકમ રૂ. 40 હજારના સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દરમિયાન આજે 26 માર્ચના રોજ પી એફ ઇન્સ્પેક્ટરના રિમાન્ડ પૂરા થતા એસીબી દ્વારા ફરી કોર્ટમાં રજૂ કરવામાં આયો હતો. જેથી કોર્ટ દ્વારા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
આરોપી બિનોદ કુમારના ભાડાના મકાનમાંથી રોકડા રૂ. 2 લાખ મળ્યાં
એસીબીની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી બિનોદકુમાર શર્માના પત્નીનું અવસાન થઇ ગયું છે. તેને બે સંતાન છે તેઓ રાજસ્થાન રહે છે. જ્યારે બિનોદકુમારનું સુરત ખાતેનું મકાન હોય હાલમાં ભાડે આપવામાં આવ્યું છે. જેનું મહિના ભાડુ આવે છે. હાલમાં અકોટા વિસ્તારમાં આશીર્વાદ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. જ્યાં એસીબી દ્વારા સર્ચ કરવામાં આવતા તિજોરીમાંથી રોકડા રૂ. 2 લાખ મળ્યા હતા. જે રૂપિયા બાબતે પૂછપરછ કરતા તેમના પરિવારના બચતના હોવાનું હાલમાં જણાવી રહ્યો છે. જેના કારણે હવે એસીબી દ્વારા રૂપિયા ક્યાંથી આવ્યાં હતા તેની તપાસ શરૂ કરાઇ છે.
