(પ્રતિનિધિ) વડોદરા તા. 24
શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું જ્યારે દંતેશ્વર વિસ્તારમાં રહેતા વૃધ્ધે પોતાના મકાનમાં રવિવારે વહેલી સવારે પંખાના હૂક વડે દોરી બાંધી ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું.બંને બનાવોમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ખોડિયારનગર વિસ્તારમાં બાલવાડીના મકાનમાં યુવકે ગળે ફાંસો ખાધો
શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં પીળા વુડાના મકાનમાં રહેતો રવિભાઇ જેસીંગ ભાઇ મારવાડી નામનો આશરે 32વર્ષીય યુવક છૂટક મજૂરી કામ કરતો હતો .યુવકે ગત તા 23 માર્ચના રોજ પોતાના બ્લોક ની સામે આવેલ બાલવાડીના મકાનમાં કપડાં સૂકવવા માટે બનાવેલી સાડીની દોરીને હૂકમા ભરાવી ફાંસો ખાઇ લેતાં મોત નિપજ્યું હતું સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવક અપરણિત હતો તથા નશાની કૂટેવ ધરાવતો હતો તેણે નશાની હાલતમાં કોઇ અગમ્ય કારણોસર લાગી આવતાં આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે બાપોદ પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
દંતેશ્વરમા રવિવારે વહેલી પરોઢે વૃદ્ધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા સત્યનારાયણ સોસાયટી પાસેના રણજિતનગરમા મકાન નંબર 116 માં પરિવાર સાથે રહેતા પરશુરામ મારૂતિરાવ અંબાવલે નામના આશરે 60 વર્ષીય વૃદ્ધે ગત તા.23 માર્ચને રવિવારે વહેલી સવારે આશરે પાચ વાગ્યાની આસપાસના સુમારે કોઇક અગમ્ય કારણોસર પોતાના રૂમના સિલિંગ ફેન સાથે પ્લાસ્ટિકની દોરી વડે ફાંસો ખાઇ લઇ જીવન ટૂંકાવ્યું હતું . સમગ્ર મામલે પરિવાર આજાણ હોવાનું પરિવારના સભયોએ જણાવ્યું હતું સમગ્ર મામલે મકરપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
