પાંચ દેવલા ગામે જી.આર.ડી જવાને મિત્રો સાથે યોજી દારૂની મહેફિલ, છ ની ધરપકડ બુટલેગર ફરાર
જરોદ પોલીસ મથકે ફરજ બજાવતા જીઆઇડી જવાન સહિત કુલ સાત સામે ફરિયાદ, 4,06,700 નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.23
જરોદ પોલીસ મથકે ફરજ બજાતા જીઆરડી જવાને પોતાના મિત્રો માટે રાતે એક વાગે યોજેલી દારૂની મહેફીલ સમય પોલીસે રેડ કરતા છ ઈસમોની અટકાયત કરી હતી જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.
હાલોલ- વડેદરા રોડ પર પાંચ દેવલા ગામ પાસે બસસ્ટેન્ડ પાછળના ખુલ્લા પડતરમા જરોદ પોલીસ પથકે ફરજ બજાવતા GRD જવાન ધનરાજસિંહ કનુભાઈ ચૌહાણ રહે. અભરામપુરાનાઓએ તેના ફોટો ગ્રાફર અને DJ વગાડનાર મિત્રો પંચમહાલના વેજલપુર ગામે લગ્નમા વર્ઘી પતાવી પરત ફરતા રાત્રે 1:00 વાગ્યે જીઆરડી જવાને પાંચ દેવલા ગામના બસ સ્ટેન્ડ પા઼છળ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં આસોજ ગામના બુટલેગર વિજય રાઠોડ ઊર્ફે ચાઇના પાસેથી બીયરના 6 ટીન લાવી છ મિત્રો ગોળ કુંડાળું વળી મહેફિલ માનતા હતા.અને પાર્ટીની મઝા માણતા હતા. તેવા સમયે પેટ્રોલિંગમાં નીકળેલા જરોદના પીઆઇ બારોટે રોડ પર બાઈકમાં પોલીસ વાળી લાકડી બાંધેલી જોઈ બસ સ્ટેન્ડ પાછળ બેટરીના અજવાળે તપાસ કરતા જરોદ પોલીસ મથકના જી આર ડી જવાનની મહેફિલ જડપાઈ હતી.પોલીસે GRD જવાન સહિત કુલ છ લોકો ની છ મોબાઈલ ફોન, એક કાર, એક બાઈક સહિત ચાર લાખ છ હજાર સાતસો રૂપિયાના મુદ્દા માલ સાથે દારુની મહેફિલ યોજી નશો કરવાના ગુન્હા હેઠળ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે જ્યારે બુટલેગર ચાઇના ને વોન્ટેડ જાહેર કર્યો છે. મહત્વની વાત છે કે રાત્રે નશો કરી ગાડી ચલાવતા હાલમાં વડોદરામા અકસ્માતના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે જે બાદ પોલીસ સર્તક બની આવા તત્વોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ઘરી છે.
