Vadodara

કારેલીબાગમાં પીધેલા નબીરાએ 3 વાહનોને ઉડાવ્યા, 1 મહિલાનું મોત, 7 ઘાયલ

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગુરુવારની મોડી રાતે દારૂ પીધેલા નબીરાએ 120 કિમીની બેફામ સ્પીડથી કાર ચલાવી 3 વાહનોને ઉડાવ્યા હતા. જેમાં એક મહિલાનુ મોત થયું હતું, જ્યારે સાતને ઇજા થઈ હતી.
સંગમ વિસ્તારમાં કોઈ જગ્યાએથી દારૂ પીને નીકળેલા રક્ષિત ચોરસિયાએ બેફામ 120 કિમીની ઝડપે કાર હંકારી રસ્તામાં આવતા 3 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે પુત્રી સાથે રંગ લેવા જતા માતાના સ્કૂટરને ઉડાવતા માતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કારમાંથી નશાની હાલતમાં નીકળેલો રક્ષિત ” નિકિતાઝ અનધર રાઉન્ડ એવી બૂમો પાડવા માંડ્યો હતો. ભેગા થઇ ગયેલા લોકોએ તેને બરાબર મેથીપાક ચખાડ્યો હતો. તેની સાથે કારમાં મીત ચૌહાણ નામનો યુવક હતો. કાર મીતના પિતાની કંપનીની હોવાનું જાણવા મળે છે.
રક્ષિત મૂળ વારાણસીનો હોવાનું અને એમ msuમાં કાયદાનો વિધાર્થી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તે હાલમાં પીજીમાં રહી અભ્યાસ કરે છે.

Most Popular

To Top