Vadodara

વડોદરા નેશનલ હાઇવે L & T નોલેજ સીટી પાસે દારૂ ભરેલી ફોર વ્હીલ ગાડી નો સર્જાયો અકસ્માત

અકસ્માત બાદ લોકો એ દારૂ ની મચાવી લૂંટ

વડોદરા પાસે નેશનલ હાઇવે પર L&T નોલેજ સીટી પાસે બનેલી ઘટનામાં ત્યાંથી પસાર થઇ રહેલા લોકોમાં આઘાત સાથે આશ્ચર્ય ફેલાઇ ગયું હતું કારણ કે એક કારને અકસ્માત થયા બાદ આ કાર પલટી ગઇ હતી અને ગાડીમાં રહેલી દારુની બોટલો પણ વિખેરાઇ ગઇ હતી જેથી દારુની રેલમછેલ જોવા મળી હતી. કેટલાક રાહદારીઓ તો દારુની બોટલો લઇને જતા રહ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. અકસ્માત બાદ કારનો ચાલક ફરાર થઇ ગયો છે.

વડોદરા હાઇવે પર નોલેજ સીટી પાસે એક વિદેશી દારુ ભરેલી કાર પલટી ગઇ છે. દારુ ભરેલી કાર પલટી જતાં દારુની રેલમછેલ થઇ ગઇ હતી. સ્થળ પરથી દારુની નાની બોટલો પણ મળી આવી,જો કે ઘણી બોટલોની રાહદારીઓ અને વાહન ચાલકોએ લૂંટ ચલાવી હોવાનું પણ સ્થળ ચર્ચાઇ રહ્યું છે. માત્ર કેટલીક તૂટેલી નાની બોટલો જ સ્થળ પર જોવા મળી હતી અને સમગ્ર વિસ્તારમાં દારુની ગંધ ફેલાઇ ગઇ હતી.
અકસ્માત બાદ કારનો ચાલક તો ફરાર થઇ ગયો હતો અને જે રીતે અકસ્માત થયો છે તે જોતાં કાર ચાલકને પણ નાની મોટી ઇજા પહોંચી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને કારના નંબરના આધારે કાર ચાલક કોણ હતો અને ક્યાંથી દારુ લઇને જતો હતો અને કોને આપવાનો હતો તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરી છે,મળેલી માહિતી મુજબ હોળી ધૂળેટીનો તહેવાર હવે નજીક હોવાથી આ દારુનો સપ્લાય કરાઇ રહ્યો હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top