Vadodara

શહેરના છાણી એકતાનગર ખાતેથી રૂ.95હજાર ઉપરાંતના દારૂ સહિતના મુદામાલ સાથે એક ઝડપાયો

ભારતીય બનાવટના બીયરના ટીન પ્લાસ્ટિકના ક્વાટરિયા તથા કાચના ક્વાટરિયા સહિત કુલ રૂ 43,548તથા મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 1,500અને એક મોપેડ જેની કિંમત આશરે રૂ 50,000મળી કુલ રૂ.95,048નો મુદ્દામાલ કબજે લીધો

(પ્રતિનિધિ) વડોદરા તા. 10

શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા એકતાનગર પાસે એકાઉન્ટ જૂના નર્મદા ક્વાટર્સ ખાતે મોપેડ લઈ ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ બિયર નું વેચાણ કરતા એક શખ્સને ફતેગંજ પોલીસે આશરે કુલ રૂ.43548ની કિંમતના વિવિધ બ્રાન્ડના દારુ બિયરના ટીન અને ક્વાટરિયા સાથે મોબાઇલ ફોન અને મોપેડ મળી કુલ 95,048ના મુદામાલ સાથે ફતેગંજ પોલીસે એકને ઝડપી પાડ્યો હતો અને દારુનો જથ્થો આપનાર એકની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફતેગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને ગત તા. 09 માર્ચે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા એકતાનગર ખાતે જૂના નર્મદા ક્વાટર્સ ખાતે એક ઇસમ પોતાના જ્યૂપીટર મોપેડ માં ભારતીય બનાવટના અંગ્રેજી દારુનું વેચાણ કરતો હોવાની માહિતીના આધારે ત્યાં જઈને તપાસ કરતાં જ્યૂપીટર મોપેડ લઈને ઉભેલા ઇસમને ઘેરી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સહેજાજ ઉર્ફે સેજુ અલ્લારખા શેખ હોવાનું તથા પોતે મકાન નંબર 218,એકતાનગર, છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું તેની પાસે જ્યું પીટર મોપેડ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-ક્યુ એમ-2438 માં તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારુના અલગ અલગ બ્રાન્ડના દારુ ખાખી તથા કાળા રંગના બોક્સમાથી મળી આવ્યો હતો જેમાં બીયરના ટીન નંગ -144જેની અંદાજે કિંમત રૂ 16848, પ્લાસ્ટિકના ક્વાટરિયા નંગ -192 જેની અંદાજે કિંમત રૂ 19,200 તથા કાચના ક્વાટરિયા 25નંગ જેની અંદાજે કિંમત રૂ 7,500 મળીને રૂ 43,548 તથા એક સેમસંગ કંપનીનો કીપેડ વાળો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 1500તથા જ્યુપીટર મોપેડ જેની અંદાજે કિંમત રૂ 50,000મળીને આશરે કુલ રૂ 95,048 ના મુદામાલ સાથે સહેજાજને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતાં તેણે આ દારુનો જથ્થો ગોલ્ડન ચોકડી પાસેથી વારસિયાના મોહિત સીંધી પાસેથી લાવ્યો હોવાનું જણાવતા પોલીસે મોહિત સીંધી ની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે સાથે જ સહેજાજ ઉર્ફે સેજુ અલ્લારખા શેખ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top