( પ્રતિનિધિ )વડોદરા,તા.9
વડોદરા શહેરના વૃંદાવન સર્કલ પાસે એક દારૂડિયા ની મોજ જોવા મળી છે જેમાં નશામાં ધૂત આ વ્યક્તિ સર્કલ ખાતે ડાન્સ કરી રહ્યો છે. આ દ્રશ્યો સિગ્નલ પર રોકાયેલા એક કારના ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. જે વીડિયો રવિવારે વાયરલ થવા પામ્યો છે. દારૂડિયાને જાણે કોઈ ભય ન હોય તેમ તેની આસપાસથી મોટા ભારદારી વાહનો અને એમ્બ્યુલન્સ પણ જઈ રહી હોવા છતાં આ ઈસમ બિન્દાસ્ત ડાન્સ કરી રહ્યો છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ વડોદરા શહેર અને જિલ્લામા શરાબનું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ કોઈ કડક અને મક્કમ કાર્યવાહી કરવામાં નહીં આવતા હજી પણ બુટલેગરો શહેર અને જિલ્લાભરમાં દારૂનો વેપલો કરતા હોય છે. ખાસ કરીને દેશી દારૂની હાટડીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમી રહી છે. જેમાં દારૂના નશામાં ધૂત થઈને ઘણા વ્યક્તિઓ બે બાકડા બનતા હોય છે. ત્યારે આવો જ એક દારૂડિયાનો વિડીયો રવિવારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આ દારૂડિયો વડોદરા શહેરના વૃંદાવન સર્કલ પાસે ડાન્સ કરી રહ્યો છે. જેના દ્રશ્યો ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલા એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. બીજી તરફ આ દારૂડિયા અને જાણે કોઈ ખોફ ન હોય તે રીતે તેની પાસેથી ભારદારી વાહનો સહિત એમ્બ્યુલન્સ પણ પસાર થઈ રહી છે, તેમ છતાં પણ દારૂડિયો પોતાની મસ્તીમાં બિન્દાસ પણે ડાન્સ કરી રહ્યો છે.
