40ને બદલે માત્ર 19 જગ્યાએજ અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન
સેન્સર સિસ્ટમ અને CCTV દ્વારા મોનીટરીંગ થવાનું હતું
વડોદરામાં સ્માર્ટ સિટી અંતર્ગત અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન યોજનાનું કામ મે 2023માં શરુ કરાયું હતું. કુલ 5.50 કરોડના ખર્ચે 40 જગ્યાએ અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન બનાવવામાં વાત હતી. જેમાં સેન્સર સિસ્ટમ અને સીસીટીવી દ્વારા મોનીટરીંગ કરવામાં આવનાર હતું.

વડોદરા મહાનગરપાલિકા ડંપિંગ સાઇટ અને વિવિધ ઝોનમાં 40 જગ્યાએ અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન નાખવાના નવતર પ્રયોગનો ફીયાસ્કો જોવા મળી રહ્યો છે. આ પ્રોજેકટ સ્માર્ટ સિટી અંતર્ગત 5.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરી 40 અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન મુકવાની વાત મm 2023 ના પાલિકાના સ્માર્ટ શાસકોએ કરી હતી. સત્તાધિશો અને શાસકોનો અંડર ગ્રાઉન્ડ ડસ્ટબીન પ્રોજેક્ટ પૂર્ણ ના થતાં ફિયાસ્કો સામે આવ્યો છે.

વડોદરા શહેર સ્વચ્છતામાં 34 માં ક્રમાંક કે ધકેલાતા 5 કરોડના ખર્ચે શરૂ કરાયો હતો અંડર ગ્રાઉન્ડ ડસ્ટબીન પ્રોજેક્ટ શરૂ થયા બાદ ઇજારદાર દ્વારા યોગ્ય કામગીરીને નહિ કરાતા પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે.
શહેરમાં 40 જગ્યા ને બદલે 19 સ્થળો પર અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન છે. નાગરિકોના ટેક્સના નાણાનો આડેધડ દુરુપયોગ થતા નાગરિકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંડરગ્રાઉન્ડ ડસ્ટબીનની આસપાસ કચરાના ઢગલાથી નાગરીકોના આરોગ્ય સામે ચેડાં થતાં હોય દેખાઈ આવે છે. તમામ સ્થળો પર અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનની આસપાસ જોવા મળી રહેલા કચરાના ઢગલા અને ગંદકી વહેલી તકે સફાઈ થાય તેવી માંગ પણ સ્થાનિકો એ કરી છે.
મે 2023 માં કામ શરૂ કરવામાં આવ્યું, 2025 માં પણ પૂરૂ નથી થયું

2023માં શહેરના બરાનપુરા વિસ્તારમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ બરાનપુરામાં આ કામને લઇને સ્થાનિકો એ વિરોધ દર્શાવ્યો હતો. વિરોધને જોતા સ્થાયી સમિતિ અધ્યક્ષે ડૉ હિતેન્દ્ર પટેલે ખુલાસો કરવો પડયો હતો કે આ પ્રોજેક્ટ અંગે સ્થાનિકોને ગેરસમજ થઈ છે. આ પ્રોજેકટ હેઠળ જુલાઈના અંત સુધીમાં 40 અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન વિવિધ ઝોનમાં બનાવાશે. જેમાં 10-10 ડસ્ટબીન મુકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે એમ જણાવ્યુ હતું. તેમના જણાવ્યા અનુસાર પ્રાયોગિક ધોરણે વડોદરામાં અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન મૂકાશે. તેની વિગતો જોઇએ તો 1 ડસ્ટબીનની ક્ષમતા એક ટન સુધીની રહેશે. ડસ્ટબીન ભરાઇ જશે તો સેન્સરના માધ્યમથી જાણ થશે અને તેને ઉઠાવી લેવામાં આવશે. અંડરગ્રાઉન્ડ ડસ્ટબીનનું માપ 3 બાય 4 મીટરના ઘેરાવો હશે અને તેનું મુખ નાનું હશે.કુલ 40માંથી ઝોન વાઇઝ 10-10 અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન મૂકવાની તૈયારીઓ છે જેનું સીસીટીવી મોનીટરીંગ નિયમિત ધોરણે કરવામાં આવશે એવું જણાવ્યુ હતું.
