જીઆઈડીસી નજીક સંકર ચોકડી પાસેનો બનાવ
ઠગે છેતરપીંડી કરી એક લાખ પડાવ્યા
વાઘોડીયા તાલુકાના વ્યારા ગામના ફરિયાદી હરીશભાઇ રામદાસભાઈ પટેલની ત્યાં ખેતરમાં પાઈપલાઈનનું કામ કરવાં માટે જીસીબી મશીન લઇને આવેલા રાજુભાઈ આમલાભાઈ શર્મા (રાજસ્થાન) ની સાથે હરીશભાઇની ઓળખાણ થઈ હતી પાંચ છ મહીના પછી રાજુભાઇએ હરીશભાઇ ને ફોન કરીને જણાવેલ કે મારે કચ્છ ભુજ જેસીબીનું કામ ચાલતું હતું ત્યાથી સોનાના ચાર બિસ્કીટ અને બે ચાંદીના બિસ્કીટ મળેલ છે અને મારી દીકરીના લગ્ન હોવાથી મારે રૂપિયાની જરૂર છે સોનાના બદલામાં મને 25 લાખ જોઈએ છે જેની ખાત્રી કરવાં માટે બન્ને ના આધાર કાર્ડ વોટ્સેપ પર મંગાવતા હરીશભાઇ ને વિશ્ર્વાસ બેસતા રાજુભાઈ શર્માને કહ્યુ મારી પાસે એટલા રૂપિયા નથી પણ સોનાની વસ્તુ લઇને આવો તેની ખાત્રી કર્યા બાદ બનતી મદદ કરીશ ત્યાર બાદ રાજુભાઈ શર્મા સાથે રાહુલભાઇ રામકિશન શર્મા બંને સાંજના સાત વાગે શંકર ચોકડી વાઘોડીયા જીઆઇડીસી આવી હરીશભાઇ ને સોના જેવી ધાતુના નાના સેમ્પલ ટુકડા આપેલા અને સોના જેવા ધાતુના બિસ્કીટ બતાવી જણાવેલ કે આ ટુકડા આ બિસ્કિટમાંથી કાપેલા છે જેની ખાતરી કરાવી લો પછી આપણે મળીશું જેથી હરીશભાઇ એ બે સોનાના જેવા ટુકડા વાઘોડીયાના સોનીને બતાવતા ખરેખર સોનુ હોય અને તેનુ વજન 0.780 મીલી ગ્રામ તેવુ જણાવેલ જેથી બીજાં દિવસે રાજુભાઈ નો ફોન આવતા હરીશભાઇ તેમનાં મિત્રને લઈ શંકર ચોકડી વાઘોડીયા ખાતે એક લાખ રૂપિયા લઇને ગયેલા જ્યાં રાજુભાઇ અને રાહુલ મળેલા અને જણાવેલ કે અગાઊ બે સોના જેવાં ટુકડા આ બિસ્કિટમાંથી કાપેલા છે જેથી હરીશભાઇ ને વિશ્ર્વાસ આવતાં રાહુલભાઇ ને એક લાખ રોકડા આપ્યાં હતા અને જનાવેલકે આ સોના જેવા બિસ્કીટ છે જે ખાત્રી કરાયાં બાદ બીજા રૂપિયા આપીશ ત્યાર બાદ સોના જેવા ધાતુના બિસ્કીટ લઈ ડભોઇ ખાતે ગયેલા ત્યા સોનાના ટુકડા સોનાના છે અને બિસ્કીટ પિત્તળના હોવાનું જણાવેલ જેનું વજન 646 ગ્રામ છે જેથી રાજુભાઈ શર્મા અને રાહુલ શર્માને ફોન કરતાં બે દીવસ પછી આવીશું તેમ જણાવેલ ત્યાર બાદ ફોન ઉપાડવાનું બંઘ કરી દેતા હરીશભાઇ ને છેતરપિંડીનો અહેસાસ થતા આ બંને ઈસમો વિરૂદ્ધ વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી.