કોર્પોરેશન કમિશનર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું
શહેરના મુખ્ય માર્ગો પર અયોગ્ય ટ્રાફિક વ્યવસ્થાને અભાવે જીવલેણ અકસ્માતોની વણ થંભી વણઝાર ક્યારે અટકશે?
શહેર કોંગ્રેસ મંત્રી જીતેન્દ્ર મધુભાઈ સોલંકીએ VMC અને પોલીસ કમિશનરને સમા દુમાડ વેમાલી રોડ પર થતા અકસ્માત રોકવા તથા પાર્કિંગ વગરના પાર્ટી પ્લોટો પર કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું.
તારીખ 28 ફેબ્રુઆરી 2025 ના રોજ સમા વેમાલી રોડ પર થી આગળ અને પાર્ટી પ્લોટ ની સામે 8:30 કલાકની આજુબાજુ એક થાર ગાડી સાથે બાઈક સવારનો અકસ્માત થયો હતો. એમાં જુવાનજોધ ચાલકનું ઘટનાસ્થળ પર કમકમાટી ભર્યું મોત થયું હતું અને પાછળ બેઠેલા સવારને જીવલેણ ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર છે. આ બાબતે સમગ્ર વેમાલી અને સમા ગામના રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરાઈ છે . ગઈકાલે સમાજ સેવકે ઉચ્ચ અધિકારીઓનો મોબાઈલ દ્વારા સંપર્ક કર્યો અને સમગ્ર જીવલેણ ઘટનાની ગંભીરતાપણે નોંધ લેવા માટે વિનંતી કરી ત્યારે અધિકારીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે આ બાબતને સત્વરે ધ્યાનમાં શક્ય તેટલા જલ્દી કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઝોન 4 ડીસીપી દ્વારા કહેવા મુજબ આજરોજ એટલે કે તારીખ 1 માર્ચના રોજ ઘટના સ્થળે વિસ્તારના પ્રતિનિધિઓ તેમજ ડીસીપી ટ્રાફિક પોલીસ વિભાગ અને સમા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્થાનિક પદાધિકારી હાજર રહેવાના છે. અગાઉ પણ અનેક વખત અરજીઓ આપેલ છે પરંતુ આ જગ્યાએ બ્રેકર બનાવવાની તે ટ્રાફિક સિગ્નલ મૂકવાની અને અન્ય ડ્રીમર પરના કટ આપેલા છે તે ખૂબ જ ગંભીર છે. જેના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. તેમ જ રોડ પર આવેલા ટ્રાફિક પોલીસ ચોકી થી પાર્ટી પ્લોટ, રિયા રેવતી પાર્ટી પ્લોટ, અક્ષર પાર્ટી પ્લોટ એમ કુલ 5 થી ૬ પાર્ટી પ્લોટ પાર્કિંગ છે નહીં . જે જીડીસીઆર ના નિયમ મુજબ પાર્કિંગ ધરાવતા નથી. અને તેઓનું પાર્કિંગ રોડ પર છે તો તાત્કાલિક એ તમારા બધા પાર્ટી પ્લોટ સીઝ કરીને કાયમી ધોરણે બંધ કરીને તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તદ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ પણ મુકવામાં આવે .તેમ જ ઘટના સ્થળે ફરી વખત જીવલેણ એક્સિડન્ટ ન થાય તે માટે આજરોજ પોલીસ વિભાગ ની સ્થળ મુલાકાતમાં અન્ય જવાબદાર ટ્રાફિક શાખા સાથે સંકલન રાખીને કાર્યપાલક ઇજનેર તથા ટાઉન પ્લાનિંગ વિભાગ ના તમામ અધિકારીઓ અને કમિશનર ને હાજર રહેવા અપીલ કરી હતી.