Vadodara

શહેરના બિલ્ડરને આપેલા રૂ.1,87,500ની રકમના ચેક બાઉન્સના કેસમાં આરોપીને ચેકની રકમ પરત કરવા સાથે એક વર્ષની સાદી જેલ

આરોપી વળતર ચૂકવવાના હૂકમ તારીખ થી એક માસમાં રકમ ન ચૂકવે તો વધુ બે માસની સજાનો હૂકમ

(પ્રતિનિધિ) વડોદરા તા.24

શહેરના ગોત્રી રોડ ખાતે રહેતા અને પેટ્રોલ પંપ સાથે જ કંસ્ટ્રકશનના વેપાર સાથે જોડાયેલા વેપારીએ પોતાના એક રાજકોટ જિલ્લામાં રહેતા સંબંધીને જરુરીયાત સમયે આર્થિક રીતે મદદ કરી હતી બાદમાં વેપારીએ સગાં પાસેથી નાણાંની માંગણી કરતાં સગાએ રૂ.1,87,500ની રકમનો ચેક આપ્યો હતો પરંતુ આ ચેક જ્યારે વેપારીએ બેંકમાં ભરતાં ચેક અપૂરતા બેલેન્સ ને કારણે રિટર્ન મેમો સાથે પરત ફરતા વેપારીએ વડોદરાની કોર્ટમાં સગા સામે વર્ષ 2023મા કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલી જતાં વેપારીના વકીલની ધારદાર રજૂઆતો તથા પૂરાવાઓ ગ્રાહ્ય રાખી તા. 21ફેબ્રુઆરીના રોજ ચેક બાઉન્સના કેસમાં કસૂરવારને એક વર્ષની સાદી કેદ,ચેકની રકમ ચૂકવવા તથા વળતર ચૂકવવાના હૂકમ તારીખથી એક માસમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ નિવડે તો વધુ બે માસની સાદી જેલનો હૂકમ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગોત્રી રોડ નારાયણ ગાર્ડનની બાજુમાં આવેલા વિશ્રાંતિ એસ્ટેટ માં એ-68 માં રહેતા ધીરુભાઇ દેવકુભાઇ ધાધલ છેલ્લા ઘણાં સમયથી પેટ્રોલ પંપ તથા કંસ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના સાળાનો દીકરો જયદેવ હેમુભાઈ વાળા જેઓ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામે રહે છે. તેઓ સંબધી થાય છે. જયદેવ હેમુભાઈ વાળા ને આર્થિક ભીંસ આવી પડી હોવાથી વેપારી ધીરુભાઇ ધાધલે જૂદી જૂદી એજન્સીઓને રૂ.48લાખ ચૂકવ્યા હતા બદલામાં જયદેવ વાળાએ વેપારીને જ્યારે પણ રકમ માંગશે ત્યારે પરત આપવાનો વિશ્વાસ,ભરોસો આપવામાં આવ્યો હતો જેથી થોડા સમય બાદ વેપારી ધીરુભાઇએ સગાં જયદેવ વાળા પાસે નાણાંની વારંવાર માંગણી કરતાં જયદેવ વાળાએ ભારતીય સ્ટેટ બેંક નો રૂ.1,87,500ની રકમનો તા. 11-09-2023ના રોજનો વેપારીના નામનો ચેક આપ્યો હતો જે ચેક ધીરુભાઇએ 22-09-2023ના રોજ બેંકમાં જમા કરાવતા અપૂરતા બેલેન્સ ના રિટર્ન મેમો સાથે ચેક બાઉન્સ થયો હતો જેથી વેપારીએ જયદેવ વાળાને આ બાબતે જણાવ્યા છતાં જયદેવ વાળાએ નાણાં ન આપતા ધીરીભાઇએ પોતાના વકીલ પલક.ટી.પટેલ અને એડવોકેટ નિલેન્દુ ડી.પરમાર મારફતે તા.21-10-2023ના રોજ નોટિસ મોકલી હતી પરંતુ જયદેવ વાળાએ તે સ્વિકારી ન હતી જેથી ધીરુભાઇએ વકીલ મારફતે નેગોશયેબલ ઇન્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 મુજબ વડોદરાની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલતો હતો તે દરમિયાન જયદેવ વાળા તારીખ પર ગેરહાજર રહેતા અને તેનું યોગ્ય કારણ પણ નહોતા આપતા બીજી તરફ વેપારીના વકીલ દ્વારા પૂરાવાઓ સાથેની રજૂઆતો કરતા આ કેસમાં તા. 21 ફેબ્રુઆરીના રોજ વડોદરા જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં વેપારીના વકીલોની દલીલો તથા પૂરાવાઓને ગ્રાહ્ય રાખીને ચેક બાઉન્સના કેસમાં જયદેવ હેમુભાઈ વાળાને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ચેક બાઉન્સની રકમ રૂ.1,87,500 વેપારીને આ હૂકમની તારીખથી એક માસમાં ચૂકવી આપવા જ્યું.મેજીસ્ટ્રેટ એન.કે.યાદવે હૂકમ કર્યો હતો અને જો વળતર હૂકમની તારીખથી એક માસમાં રકમ ન ચૂકવે તો વધુ બે માસની સાદી કેદનો હૂકમ કરવામાં આવ્યો છે.સાથે જ જયદેવ વાળા સામે CRPC કલમ 418(2) મુજબ વોરંટની બજવણી નો આદેશ કર્યો છે.

Most Popular

To Top