આગની વિકરાળ જ્વાળાઓ નીકળતા લોકોમાં ફફડાટ :
ફાયરબ્રિગેડના જવાનોએ પાણી અને ફાયર એક્ટિંગ્યુસરની મદદથી આગ પર કાબુ મેળવ્યો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.25
વડોદરા શહેરના દાંડિયા બજાર જંબુબેટ રેવા હોસ્પિટલની ગલીમાં આવેલા જલારામ એપાર્ટમેન્ટના આવા જવાના પેસેજમાં ગેસલાઈન લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. આગની અગન જ્વાળાઓ નીકળતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા જલારામ એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી એપારમેન્ટના પેસેજમાં ગેસ લાઈનમાં અચાનક કી ઉલટી હતી. મકાનને પેસેજમાં આવેલા વીજ મીટર પણ આગની જપેટમાં આવી ગયા હતા. એકાએક આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકોમાં ભારે ફાફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર એક્ટિંગ્યુસર અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. સબ ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે, સબ ફાયર ઓફિસરે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. દાંડિયા બજાર એક મકાનમાં આગ લાગી છે. જેથી તુરંત આવીને જોતા ચેક કરતા ગેસ લાઈનમાં લીકેજ હતું અને અંદર જે રેસીડેન્સીયલ મકાનો છે તેનો આવા જવાનો પેસેજ હતો. ત્યાં મીટર હતા એટલે મીટરને ગેસ બંને કમબાઈન્ડ થતાં તેમાં આગ લાગી હતી અને તેને તાત્કાલિક ફાયર એક્ટિંગ્યુસરની મદદથી અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે. કોઈ જાનહાનિ થઈ નથી. જે પાઈપમાં આગ હતી તે અને મીટરોમાં નુકસાન થયું હતું.