Vadodara

સિટી સર્વેની તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચારના ભોરિંગનો ભરડો

વાર હોય કે તહેવાર- વ્યવહાર કર્યા વગર ભાગ્યે જ કામ થાય
દોઢ માસમાં પ્રોપર્ટી કાર્ડ ઉપર માલિકી હક મંજૂર થવાના બદલે ત્રણ ચાર અને પાંચ માસ પણ થાય છે…


.શહેરના ચાર ઝોનમાં ધમધમતી સીધી સર્વેની કચેરીમાં ચાલી રહેલી કામગીરીમાં લાંચ અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. કચેરીના નવનિયુક્ત કર્મચારીઓ પોતે જ જાણે પોતે અધિકારી હોય તેમ અરજદારો પાસેથી યેનકેન પ્રકારે અઢળક નાણા ખંખેરતા હોવાનું અરજદારોએ જણાવ્યું હતું.
વડોદરા જિલ્લા જમીન મિલકત શાખા પણ હવે દાહોદની બદનામ થઈ ગયેલી સીટી સર્વેની કચેરીના પંથે પ્રયાણ કરી રહ્યું એવું ચર્ચાઈ રહ્યું છે. શહેર ના ચાર જૂનમાં જમીન મિલકતની માપણી એકત્રીકરણ, વારસાઈ તેમજ માલિકી તબદિલીની કામગીરી થાય છે. જરૂરી ટિકિટ ચોંટાડીને કરેલી અરજી સાથે મિલકત સંબંધિત પુરાવા રજૂ કરેલા હોવા છતાં મેન્ટેનન્સ સરવૈયર તેમની મન મરજી મુજબ જ ધારે ત્યારે નોટીસ કાઢે છે. આશ્ચર્ય જનક બાબત તો એ છે કે સરકારે નિર્ધારિત કરેલી સમય મર્યાદામાં નોંધને મંજૂર કરવા સુપ્રીટેન્ડન્ટ પણ લેસ માત્ર પાછી પાની કરતા નથી. નઘરોળ તંત્રમાં લાંચ અને ભ્રષ્ટાચારની એપી બધી પ્રસરી ગઈ છે કે આર્થિક વ્યવહાર ના થાય ત્યાં સુધી અરજદારોને જવાબ મળતા નથી. એ સીટી સર્વેની કચેરીમાં હદ ઉપરાંત હદ ઉપરાંત ધક્કા ખાઈને ત્રાહિમામ પોકારી ગયેલા અરજદારો ના છૂટકે સ્થાનિક એજન્ટોની મદદ લેવા મજબૂર બને છે. એ સમગ્ર કચેરીમાં રચાયેલી લાંચની સિન્ડિકેટ ના કારણે ઉચ્ચ અધિકારીઓ પણ આંખ મીચામણા કરતા હોય તેવો આક્રોશ અરજદારો વ્યક્ત કરી રહ્યા હોય છે. એ સીટી સર્વેની કચેરીમાં ધક્કા ખાઈને કંટાળી ચૂકેલા એક અરજદારે જણાવ્યું હતું કે દાહોદની સીટી સર્વેની કચેરીમાં જે પ્રકારે જમીનનું કરોડોનું કૌભાંડ નો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને ઉચ્ચતર ફરીથી તપાસનો દોર લંબાવતા કરોડો રૂપિયાની જમીનો બારોબાર એન એ થઈ ગયેલી હોવાનો પર્દાફાસ થયો હતો. તેવા જ એંધાણ વડોદરા સીટી સર્વે કચેરીમાં પણ વર્તાઈ રહ્યા છે . દિન બ દિન જમીનો અને મિલકતોમાં સરકારી રેકર્ડ સાથે ગુનાહિત ચેડા થવાના કારણે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદોમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર જિલ્લામાં કરોડોની જમીનો મિલકત કબજે કરવા ફરતા ભુ માફિયાઓના ટોળા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. નરાજકારણીઓના ઇશારે સ્થિતિ સર્વેની કચેરીમાં પણ ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top