*વડોદરા પ્રયાગના મહાકુંભની પૂર્ણતા અને પ્રમુખ પ્રાગટ્ય સ્થાનની પવિત્રતાનો સંગમ**
*
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના હતી કે *બહુજન હિતાય,બહુજન સુખાય* અને આ તેઓની જીવનભાવનાને ચરિતાર્થ કરવા માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ના અટલાદરા મંદિર દ્વારા પૂજ્ય સંતોએ પ્રયાગરાજ ના ગંગા, જમના અને સરસ્વતીના ત્રિવેણી સંગમના પવિત્ર જળને બીએપીએસ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ ગુરુહરીઓ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજના પદરજથી પાવન થયેલી ચાણસદ ગામના પ્રસાદીક તળાવ નારાયણ સરોવરમાં પ્રયાગરાજના પ્રસાદીક જળનો અભિષેક આગામી શિવરાત્રી તારીખ ૨૬ ફેબ્રુઆરી બુધવારના રોજ કે જ્યારે પ્રયાગરાજ ખાતે મહાકુંભમેળાની પૂર્ણાહુતિ છે તે દિવસે સંતો દ્વારા પ્રયાગરાજ થી ખાસ અત્રે લાવવામાં આવેલા આ જળનો મોટી સંખ્યામાં ઉપસ્થિત સંસ્થાના પૂજ્ય સંતો સહ સમૂહ અભિષેક નારાયણ સરોવરના પ્રસાદીક તળાવમાં સાંજે ૦૬.૦૦ વાગ્યે કરવામાં આવશે. જેથી સંજોગોવશ આ મહા કુંભ માં પ્રયાગરાજ ના જઈ શકેલા શહેર જિલ્લાના ભક્તો પણ અત્રે સ્નાન કરી પુણ્ય પામી શકે. આ સમૂહ જલાભિષેકમાં ઉપસ્થિત રહી સહભાગી થવા તમામ ભાવિક ભક્તજનોને હાર્દિક નિમંત્રણ છે.