SURAT

આંગણવાડીમાં કામ કરતા કાર્યકર્તાને ભાજપે ટિકિટ આપી: કોંગ્રેસ અને આપનો વિરોધ

સુરત મહાનગર પાલિકા (SMC)ની ચૂંટણી શરૂ થવા પહેલા જ ઉમેદવારોમાં ચૂંટણી જંગ (ELECTION WAR) જામી ગયો છે. અને ભાજપ ના ઉમેદવાર ના ફોર્મ મુદ્દે વિરોધી પાર્ટીઓ ધારણા પર ઉતરી રહી છે. જેમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ફોર્મ પરત ખેંચવા કે રદ (CANCEL) કરવાના હેતુથી ધારણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને કોંગ્રેસ (CONGRESS)ના ઉમેદવાર દ્વારા લેખિતમાં ચૂંટણી અધિકરીને રજુઆત કરવામાં આવી હતી.

બીજેપી (BJP)ના વોર્ડ નંબર 8 ના ઉમેદવાર સુવર્ણાબેન દિપકભાઈ જાદવનું ફોર્મ અધૂરી માહિતી અથવા માહિતી છુપાવવા છતાં કોઈક ભલામણના પગલે આ ફોર્મ સ્વીકારવામાં આવ્યું હોવાની ફરિયાદ સાથે બહુમાળી A બ્લોક ચોથા માળે આમ આદમી પાર્ટી ધરણા (PROTEST) પર બેઠી હતી. ભાજપના ઉમેદવાર સુવર્ણાબેન જાદવ એ માહિતી છુપાવી અને પાલિકામાં સરકારી પગાર લઈ રહ્યા છે છતાં ચૂંટણી લડી રહયા હોય ભાજપ ના ઉમેદવારનું આ અધૂરી માહિતીનું ફોર્મ કેન્સલ કરવા માંગ ઉઠવા પામી છે.

નોટીસ (NOTICE) આપી જણાવાનું કે : વોર્ડ નં. 8 ડભોલી- સિંગણપોર માં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ માંથી ઉમેદવારી નોધાવનાર પાર્થ લાખાણી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે વોર્ડ નં. 8 ડભોલી -સિંગણપોરના ઉમેદવાર સુવર્ણાબેન દિપકભાઈ જાદવ સુરત મહાનગરપાલિકાના આંગણવાડીમાં છેલ્લા 4 વર્ષ થી પોતાની ફરજ બજાવી રહયા છે, અને સુરત મહાનગર પાલિકામાંથી પગાર મેળવી રહયા છે. જો કે તેઓએ ઉમેદવારી નોંધાવતા પહેલા કોઈ રાજીનામું આપેલ નથી અને પોતાની ફરજ સુરત મહાનગર પાલિકના કોસાડ મુકામે આવેલ આંગણવાડીમાં બજાવી રહયા છે.

જેથી આ મળેલ સુચના મુજબ આ લીગલ નોટીસ આપી જણાવવાનું કે વોર્ડ નં. 8ડભોલી સિંગણપોર ના ઉમેદવાર (CANDIDATE) સુવર્ણાબેન દિપકભાઈ જાદવનું ફોર્મ રદ કરશોજી. જો વોર્ડ ન, 8 ડભોલી-સિંગણપોર ના ઉમેદવાર સુવર્ણાબેન દિપકભાઈ જાદવનું ફોર્મ રદ નહી કરશોતો અમારા કાર્યકર્તાઓ દ્વારા સુવર્ણાબેન દિપકભાઈ જાદવનું ફોર્મ રદ (FORM CANCEL) કરાવવા નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા નામદાર સુપ્રિમ કોર્ટ માં અરજી કરવામાં આવશે જેની નોંધ લેવી રહી.

મહત્વની વાત છે કે ચૂંટણી જંગ જમવા પહેલા જ સુરતના વોર્ડ નંબર 8 માં ચૂંટણી જંગ જામ્યો છે, અને બીજેપીના ઉમેદવાર સુવર્ણાબેન જાદવ વિરુદ્ધ આપ પાર્ટીના ધનજી વિરાસના ધરણા અને કોંગ્રેસના પાર્થ લાખાણી દ્વારા કરાયેલી લેખિત રજુઆત બાદ કોઈ ચોક્કસ કાર્યવાહી થાય છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top