ચાલુ ફોન દરમિયાન ગઠિયાઓએ ફરિયાદીના ખાતામાંથી રૂ.37,500 ઓનલાઇન કાઢી લીધા તથા કારની ચાલુ લોન પર રૂ.4,57,001 ની રકમની ટોપ અપ લોન મેળવી છેતરપિંડી આચરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 19
શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા દંપતિએ જીયો ફાયબર અપડેટર કામ ન કરતું હોવાથી ગુગલ પર કસ્ટમર કેર હેલ્પલાઇન નંબર સર્ચ કરતાં કસ્ટમર કેરના અધિકારી તરીકે ઓળખ આપી અલગ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને સાયબર ગઠીયાઓએ મહિલાના બેંક એકાઉન્ટમાથી રૂ. 37,500 ઓનલાઇન ફ્રોડ થકી ઉપાડી લીધા હતા તથા કાર પર ચાલતી લોન પર રૂ.4,57,001ની ટોપઅપ લોન કરાવી લઇ કુલ રૂ.4,94,534ના મતાની છેતરપિંડી આચરતાં સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા હાઇટેન્સન રોડ પાસે ફોરમ કોમ્પલેક્ષમા મકાન નંબર બી -204 માં મમતાબેન સુનિલભાઇ પટેલ પોતાના પતિ સાથે રહે છે. તેમના પતિ નંદેસરી ખાતેની એક ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે.મમતાબેન આઇસીઆઇસીઆઇ બેન્કમાં ખાતું ધરાવે છે.ગત તા. 31મી ઓક્ટોબરના રોજ તેમણે પોતાના ઘરે જીઓ ફાયબર નેટ કનેક્શન નંખાવ્યુ હતું જેનું એડેપ્ટર બગડી જતાં કામ કરતું ન હતું. દંપતી પાસે જીઓ ફાયબરનો હેલ્પલાઇન નંબર ન હોવાથી મમતાબેને પોતાના મોબાઈલ ફોનથી ગુગલ ઉપર ફાયબર હેલ્પલાઇન નંબર સર્ચ કરતાં એક મોબાઇલ નંબર6305032629 મળ્યો હતો જેની સાથે વાતચીત કરતાં તેણે કંપ્લેઇન નોધી લીધી હોવાનું તથા કસ્ટમર કેર અધિકારી સાથે વાત કરવા જણાવ્યું હતું અને ચાલુ ફોનમાં એક અન્ય વ્યક્તિ સાથે કસ્ટમર કેર અધિકારી તરીકે વાત કરવા જણાવ્યું હતું જેથી મમતાબેને કસ્ટમર કેર અધિકારી સાથે વાત કરતાં તેણે જણાવેલCUSTOMER CARE APK ડાઉનલોડ કરી હતી જેમાં મમતાબેનના મોબાઇલ ફોન પર અજાણ્યો મોબાઇલ નંબર 9981044016 પર ચાલુ ફોનમાં જ ફોન આવતા સામે હેલ્પલાઇન નંબરના વ્યક્તિએ ફોન કાપી નાખ્યો હતો બીજી તરફ આ નંબર પરથી જીઓ ફાયબર કસ્ટમર કેર અધિકારી તરીકે પોતાની ઓળખ આપી ફાયબર અપડેટર અંગેની સમસ્યાઓ વિશે પૂછપરછ શરૂ કરી હતી અને સમસ્યાના નિરાકરણ માટે RUSKDESK નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરાવી હતી સાથે જ તેણે ફોન ચાલુ રખાવ્યો હતો અને અંદાજે બે કલાક સુધી વાતો કરતાં મમતાબેનને શંકા જતાં તેમણે ઘરે આવી અપડેટર બદલવાનું જણાવી ફોન કાપી નાખ્યો હતો.સાયબર ફ્રોડની શંકા જતાં મમતાબેને પોતાનું બેન્ક એકાઉન્ટ ચેક કરતાં બેંક ખાતામાંથી રે.37,500 ઉપડી ગયા હોવાનું જણાયું હતું જેથી મમતાબેને પોતાના ભત્રીજાને સમગ્ર મામલે બેંકમાં તપાસ કરવા અને પોતાનું ડેબિટ કાર્ડ બંધ કરાવવા જણાવ્યું હતું જેથી ભત્રીજા મંથને કસ્ટમર કેર સાથે રૂ. 37,500ના રકમની છેતરપિંડી થયાનું જણાવતાં બેંકના કસ્ટમર કેરમાથી જણાવાયું હતું કે તમારા ખાતામાંથી રૂ.37,500નહિ પરંતુ કુલ રૂ. 4,94,534કપાઇ ગયા છે જેથી મમતાબેન અને તેમના ભત્રીજાએ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે મમતાબેનની કાર લોન ચાલુ છે તેના પર રૂ.4,57,001ની ટોપ અપ લોન થઈ ગઇ છે તથા અન્ય ચાર્જીસ જે એકાઉન્ટમાં થી તરતજ ડેબિટ થઇ ગઇ છે જેથી આ સમગ્ર છેતરપિંડી અંગે મમતાબેને પતિને તથા બેંક મેનેજરને સમગ્ર મામલે જાણ કરી સાયબર હેલ્પલાઇન નંબર 1930પર ફરિયાદ નોંધાવી હતી તથા ગત તા.18મી ફેબ્રુઆરીના રોજ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.