સિટી પોલીસે આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ઝડપાયેલા ઇસમો પાસેથી અંગ્રેજી શરાબની એક બોટલ જેની અંદાજે કિંમત રૂ.500, એનર્જી ડ્રિક્સનુ કેન રૂ.60, કોલ્ડ ડ્રીંકની તથા પાણીની બોટલો કિંમત રૂ.180, નાસ્તો રૂ.30, અંગજડતીના રોકડા રૂપિયા 4,280,08નંગ મોબાઇલ ફોન જેની અંદાજે કિંમત રૂ 1,61,000,એક મોટરસાયકલ જેની આશરે કિંમત રૂ 50,000મળી કુલ રૂ 2,16,050નો મુદામાલ પોલીસે કબજે કર્યો
(પ્રતિનિધિ) વડોદરા તા. 18
સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે શહેરના યાકુતપુરા વિસ્તારમાં એક મકાનમાં દારુની મહેફિલ માણતા છ ઇસમો તથા એક સગીર અને મહિલાની આશરે કુલ રૂ.2,16,050 ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 18 મી ફેબ્રુઆરીના રોજ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.બી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસસ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા દાઉદ શહિદ ચોક,કે.જી.સ્ટોરની બાજુમાં આવેલા એક મકાનમાં છ જેટલા ઇસમો,એક મહિલા તથા સગીર બાળક દારુની મહેફિલ માણી રહ્યાનું જાણવા મળતાં તે સ્થળે છાપો મારી છ ઇસમો,એક મહિલા તથા એક બાળક ને ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની કાચની ભરેલી એક બોટલ જેની આશરે કિંમત રૂ.500, કોલ્ડ ડ્રીંકની અને એનર્જી ડ્રીંક ની બોટલો જેની કિંમત રૂ.220, પાણીની બોટલો તથા નાસ્તાના પડીકા રૂ.50, આરોપીઓ પાસેથી અંગજડતીના રોકડા રૂ.4,280, કુલ 08નંગ મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 1,61,000 તથા એક મોટરસાયકલ જેની અંદાજે કિંમત રૂ.50,000મળીને કુલ રૂ. 2,16,050 ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓની યાદી
(1) ફરદીન અફસલ અહેમદ અન્સારી રહે.જકાતનાકા, એકતાનગર, પહેલી ગલીમા, ચોથા નંબરનુ મકાન, ફતેગંજ
(2) વિપુલભાઇ દિપકભાઇ રાઠવા રહે. પ્રજાપતિનગર સોસાયટી, છુલ્લુ મકાન, ખોડીયારનગર, સમા-સાવલી ન્યુ રોડ
(3) રાહુલ વજુભાઇ લકુમ રહે.અભયનગર, કેનાલ પાછળ, અભિલાષા ચાર રસ્તા પાસે, સમા
(4) વિશાલ નરવતસિંહ પરમાર રહે. પ્રજાપતિનગર સોસાયટી, મકાન નં.20, ખોડીયારનગર, સમા-સાવલી ન્યુ રોડ
(5) સલામત કેરામત મોંડલ રહે.યાકુતપુરા, દાઉદશહીદ ચોક, કે.જી.સ્ટોરની બાજુમા
(6) સની હરીશચંદ્ર યાદવ રહે.અભિલાષા સોસાયટી, મકાન નં.108, કેનાલ પાછળ, છાણી રોડ
(7) નુર ડો/ઓફ સલીમભાઇ જહાંગીરઆલમ શેખ રહે.મકાન નં.201, બી-બ્લોક, મહેશ કોમ્પ્લેક્ષ, જલારામ મંદીરની પાસે, સમા
(8) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક