વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ વિસ્તારના બાવામાનપુરા ખાતેથી આરોપીને ચોરીની મોટરસાયકલ જેની આશરે કિંમત રૂ.50,000ની સાથે ઝડપી પાડયો
(પ્રતિનિધિ) વડોદરા તા. 18
શહેરના એસ.એસ.જી.હોસ્પિટલના પાર્કિગમાથી ગત તા 29 થી 30 ડિસેમ્બર દરમિયાન બજાજ પલ્સર -150cc મોટરસાયકલ જેની આશરે કિંમત રૂ.50,000ની ચોરી કરનાર આરોપીને વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરા ખાતેથી બાતમીના આધારે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર આર.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર.દેસાઇ સાથે ક્રાઇમબ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન તેઓને મળેલી બાતમીના આધારે શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરા રોડ ખાતેથી એક શકમંદ ઇસમ નામે શિવકુમાર ઉર્ફે રાજા રામમુરત બિંદ (રહે. મકરપુરા એસ.ટી.ડેપો પાછળ,કલ્પનાનગર) ને બજાજ પલ્સર -150 સાથે પકડી ગાડીના જરૂરી કાગળો અને પેપર્સ ની તપાસ કરતાં તેની પાસેથી મળ્યા ન હતા જેથી તેને પકડી તપાસ પૂછપરછ હાથ ધરતાં તેણે ગત તા. 29 થી 30 ડિસેમ્બર,2024 દરમિયાન રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ આ મોટરસાયકલ જેની આશરે કિંમત રૂ 50,000 ની એસ.એસ.જી.હોસ્પિટલના પાર્કિગમાથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું જે અંગેની તપાસ કરતા આ મોટરસાયકલ ગુમ થયાની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોધાઇ હોય આરોપીને રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.