Vadodara

દંપતી મહાકુંભ માટે ગયા ને બંધ મકાનમાંથી આશરે કુલ રૂ.1.67લાખ ઉપરાંતના મતાની ચોરી

પતિ પત્ની પ્રયાગરાજ મહાકુંભ માટે ગયા ને બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળીને આશરે કુલ રૂ.1.67લાખ ઉપરાંતના મતાની ચોરી

નિવૃત્ત જીવન ગાળતા પતિ પત્ની સાથે ગત 09ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભ માટે ગયા હતા

(પ્રતિનિધિ) વડોદરા તા. 18

શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા સિધ્ધાર્થનગરમા નિવૃત્ત જીવન વિતાવતા પતિ પત્ની સાથે ગત 09ફેબ્રુઆરીના રોજ ટ્રાવેલ્સ ની બસ મારફતે પ્રયાગરાજ મહાકુંભ માટે ગયા અને ગત 14મી ફેબ્રુઆરીએ પડોશીએ જાણ કરી કે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું છે જેથી પ્રયાગરાજથી આવીને તપાસ કરતાં ઘરમાંથી સોના ચાંદીના દાગીના મળીને આશરે કુલ રૂ.1,67,500ના મતાની ચોરી થયાનું જણાતા હરણી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમા મહાકુંભ સ્નાન ચાલી રહ્યું છે જ્યાં દેશ દુનિયાના લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યાં છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાંથી પણ શ્રદ્ધાળુઓ ટ્રેન, ટ્રાવેલ્સ, ખાનગી વાહનો મારફતે પ્રયાગરાજ જઇ રહ્યા છે ત્યારે આવી તકનો લાભ લઈ તસ્કરો ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં વૈકુંઠ -2નજીકના સિદ્ધાર્રથનમા મકાન નંબર એ/1-132મા અમીતભાઇ વસંતભાઇ ઠક્કર નામના 57 વર્ષીય વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન વીતાવે છે તેઓ ગત તા. 09 ફેબ્રુઆરીના રોજ પોતાના પત્ની સાથે ઘરના મુખ્ય દરવાજાને લોક કરી લોખંડની જાળીને હોલ ડ્રાફ્ટ મારી લક્ઝરી મારફતે પ્રયાગરાજ મહાકુંભમાં ગયા હતા અને ત્યાં રોકાયા હતા તે દરમિયાન ગત તા. 14મી ફેબ્રુઆરીના રોજ તેમના પડોશી મહિલાએ ફોન કરીને અમીતભાઇને તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હોવાનું તથા ઘરમાં ચોરી થયાનું જણાવ્યું હતું જેથી અમીતભાઇએ વડોદરામાં રહેતા પોતાના એક સગાં ગોપાલભાઇ ઠક્કરને પોતાના મકાન પર મોકલી તપાસ કરવા અને પોલીસને જાણ કરવા જણાવ્યું હતું સાથે જ પોતે પરત ફર્યા બાદ કેટલું નુકસાન થયું છે તે જાણ્યા પછી ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું હતું તેઓ.ગત તા. 16મી ફેબ્રુઆરીના રોજ સવારે વડોદરા આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતાં ઘરમાંથી સોનાનું બુટ્ટી પેન્ડલ નો સેટ, સોનાની લગડી, ચાંદીના અલગ અલગ વજનના આશરે 22નંગ સિક્કા, ચાંદીની લક્કી, ચાંદીનું તરભાણું,આચમણી,વાડકી,દસ જોડી ચાદીની વેઢ, 12જોડી પાયલ, ચાંદીની શ્રી વેંકટેશ તિરુપતિ બાલાજી ની ટ્રોફી,નાની કડલી, પાટલા,ચાદીની પગમાં પહેરવાની બે નંગ અંગુઠી ચાંદીના સોનાના ગિલેટવાળો સેટ,બે નંગ બુટ્ટી,ચુની, પંચધાતુની વીંટી બધું મળીને આશરે કુલ રૂ.1,67,500ના માલમતા ની ચોરી થયાની ગત તા. 18મી ફેબ્રુઆરીના રોજ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર મામલે હરણી પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top