સુરત: શહેરમાં પોલીસ એક બાજુ સામાન્ય લોકોને માસ્ક (MASK)ના નામે અને વાહન ચાલકો પાસેથી દંડ (CHARGE) વસૂલવામાં વ્યસ્ત છે ત્યાં બીજી બાજુ રોજ પોલીસની ધાકનું ગુનેગારો દ્વારા વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. શહેરમાં વધતા લૂંટ, ધાડ અને હત્યા (MURDER)ના બનાવોની સામે પોલીસ લાચાર બની ગઈ છે. આજે પુણા વિસ્તારમાં આવેલા ભાગ્ય લક્ષ્મી જ્વેલર્સમાં સવારે બે લૂંટારૂ (ROBBER)ઓ ધસી આવી જ્વેલર્સના કર્મચારી ઉપર ફાયરિંગ કરી માલિક પાસેથી કાળી બેગ ખેંચી બહાર બાઈક લઈને ઉભેલા સાગરીત સાથે બેસીને ફરાર થઈ ગયા હતા.
શહેરમાં લૂંટ, ધાડ, હત્યા, હત્યાની કોશિશ જેવી ઘટનાઓ હવે જાણે સામાન્ય બની રહી હોય તેમ દિનપ્રતિદિન શહેરની રસ્તાઓ રક્તથી લાલ થઈ રહ્યા છે. જો કે, તેની સામે પોલીસનો ડિટેક્શન રેસિયો પણ હાઇ છે તે સંતોષકારક બાબત છે પરંતુ જ્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહે ત્યાં સુધી લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર બનશે તે પણ એક સ્વીકારવું જ પડે તેવું સત્ય છે. હકીકતમાં પોલીસ (POLICE) આવા ગુનેગારો (CRIMINAL) ઉપર ધાક જમાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. પોલીસ માત્ર સામાન્ય લોકોની ઉપર જ બળપ્રયોગ કરી સંતોષ માને છે. આ ઘટનાની વાત કરીએ તો શહેરના પુણા વિસ્તારમાં ભૈયાનગર ખાતે ભાગ્ય લક્ષ્મી જ્વેલર્સ આવેલું છે.
જ્વેલર્સના માલીક દિક્ષીત રૂપચંદ સોની સવારે 11 વાગે કાળી બેગ લઈને જ્વેલરી શોપ પર આવ્યા હતાં. તેમના આવતાની સાથે તેમની પાછળ જ્વેલર્સમાં બે અજાણ્યા ધસી આવ્યા હતાં. જે પૈકી એક બદમાશે પિસ્ટલ કાઢી તેમના પર તાકી દીધી હતી. દરમિયાન જ્વેલર્સના કર્મચારી આદર્શે તેમનો પ્રતિકાર કરવા પ્રયાસ કરતા લૂંટારૂએ ફાયરિંગ (FIRING) કરી આદર્શને જમણા પગમાં ઘૂંટણની નીચે ગોળી મારી દીધી હતી. ગોળી માર્યા બાદ બંને જણાએ દિક્ષીતભાઈ પાસે રહેલી બેગમાં રોકડ હોવાનું સમજીને આ બેગ છીનવી ભાગી રહ્યા હતાં. દરમિયાન લૂંટારૂએ ગોળી મારી હોવા છતાં આદર્શે ગેટ સુધી તેમનો પીછો કર્યો હતો. જોકે બંને જણા બહાર બાઈક લઈને ઉભેલા તેમના ત્રીજા સાથીની સાથે બેસીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
બાઈક ઉપર કેનાલ રોડથી હાઈવે તરફ ફરાર
બે લૂંટારૂઓએ જ્વેલર્સની અંદર પ્રવેશ કરી લૂંટને અંજામ આપ્યો હતો. તેમનો એક સાથી બહાર બાઈક લઈને રેડી હતો. ફાયરિંગ કરીને બેગ ખેંચીને બંને જણા જ્વેલર્સની બહાર ભાગી બહાર ઉભેલા તેમના સાથીની બાઈક પર બેસી ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી (CCTV) તપાસતા બાઈક ઉપર ટ્રીપલ સીટ સવાર લૂંટારુઓ કેનાલના રસ્તે હાઈવે તરફ જતા નજર પડે છે. હાઈવે ઉપર ગયા બાદ ત્રણેય જણા આગળ કોઈ ટોલ નાકે નજરે પડ્યા નથી. પોલીસે હાઈવે ઉપર નાકાબંધી કરીને શોધખોળ હાથ ધરી છે.
ગોળી વાગ્યા પછી પણ બહાદૂરી પૂર્વક લડ્યો કર્મચારી
જ્વેલર્સમાં લૂંટારૂઓએ પ્રવેશ કર્યા બાદ માલીક સંતાઈ ગયા હતા. આ લૂંટારૂઓનો આદર્શ નામના કર્મચારીએ પ્રતિકાર કર્યો હતો. તેના પગમાં ગોળી મારી હોવા છતાં તેને બહાદૂરી (BRAVERY) પૂર્વક તેમનો જ્વેલર્સના ગેટ સુધી પીછો કર્યો હતો. જોકે બંને લૂંટારૂઓ બહાર ભાગી તેમના સાથીદારની બાઈક પર બેસી ભાગી ગયા હતા. આદર્શને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેને સારવાર બાદ હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
વાહન ચાલક અને માસ્ક માટે પરેશાન કરવાનું જગ્યા ક્રિમિનલોને રોકવા જરૂરી
પોલીસ માત્ર માસ્ક અને વાહન ચાલકો (BIKE DRIVER CITIZEN)ને હેરાન કરવામાં વ્યસ્ત છે ત્યારે શહેરમાં લૂંટ, ધાડ અને હત્યાની વધતી ઘટનાઓની સામે પોલીસની ઘટતી ધાક નજરે જોવા મળી રહી છે. પોલીસ જો કડક પેટ્રોલિંગ કરી આવા ક્રિમિનલો પર નજર રાખીને આવા ગુનેગારો પર ધાક જમાવશે તો શહેર વધારે સુરક્ષિત રહી શકશે.
લૂંટ કરી ભાગતા લૂંટારું સીસીટીવીમાં કેદ: માત્ર 24 સેકન્ડમાં લૂંટ કરી
શહેરમાં પખવાડિયા (15 DAYS) પહેલા કતારગામના જ્વેલર્સમાં લૂંટની ઘટના બની હતી. ત્યારબાદ ગયા અઠવાડિયે રામપુરામાં ઓઈલ કંપનીના કર્મચારી લૂંટાયા હતાં. ત્યારબાદ આજે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. આજે પુણા ખાતે બનેલી ઘટનામાં બંને લૂંટારૂ જ્વેલર્સમાં આવ્યા બાદ માત્ર 24 સેકન્ડમાં લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.