Vadodara

રેપર સિંગર બાદશાહે પબ્લિક જોઈ વિવાદિત કોમેડિયનનું નામ લેતા પારુલ યુનિવર્સીટી ફરી વિવાદમાં :

સિંગર-રેપર બાદશાહે ચાલુ કાર્યક્રમમાં કહ્યું ફ્રી સમય રૈના : વીડિયો વાયરલ

બાદશાહ દ્વારા સમય રૈનાને આડકતરું સમર્થન આપવામાં આવ્યું હોવાની ચર્ચા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

કોમેડીયન સમય રૈનાના વિવાદીત શોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. વિવાદીત શોના આયોજકો તથા તેમાં ભાગ લેનારા ગેસ્ટ પોલીસ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં વડોદરાની ખાનગી પારુલ યુનિવર્સીટીમાં સિંગર-રેપર બાદશાહના કાર્યક્રમનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કાર્યક્રમમાં ફ્રી સમય રૈના બોલતો હોવાનું વાયરલ વીડિયોમાં પ્રાથમિક દ્રષ્ટિએ નજરે પડી રહ્યું છે. આ ઘટનાને પગલે સિંગર બાદશાહ દ્વારા સમય રૈનાને આડકતરું સમર્થન આપવામાં આવ્યું હોવાની ચર્ચા વહેતી થઈ હતી.

કોમેડીના નામે વિકૃતિ સ્વરૂપે શાબ્દિક અશ્લીલતા પીરસતા સમય રૈનાના શોના કારણે વિવાદ થયો છે. આ વિવાદને પગલે જોતજોતામાં ઠેર ઠેર સમય રૈના તથા તેના શોના ગેસ્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં મુંબઇ તથા કેટલાક રાજ્યોમાં તો સમય રૈના તથા અન્ય સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. દેશભરમાં વિરોધના માહોલ વચ્ચે વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં કાર્યક્રમ અર્થે આવેલા સિંગર-રેપર બાદશાહના કાર્યક્રમનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે કે બાદશાહના ગીતો ચાલી રહ્યા છે. અને પબ્લીક તેમાં ઝૂમી રહી છે. આ વચ્ચે અચાનક ફ્રી સમય રૈના નું એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. આ વીડિયો સિવાય સિંગર-રેપર બાદશાહ દ્વારા કોઇ પણ જગ્યાએ સમય રૈનાના સમર્થનમાં કશું લખ્યું કે કહ્યું નથી. જેથી આ અનેક લોકો આ વીડિયો સામે સવાલો પણ ઉઠાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ અગાઉ ઘણી વખત વિવાદોના વંટોળમાં ઘેરાયેલી પારુલ યુનિવર્સીટીના આયોજિત આ કાર્યક્રમાં રેપર બાદશાહે સમય રૈનાનું નામ લેતા કેટલાક લોકો યુનિવર્સીટી સામે આક્રોશ પણ ઠાલવી રહ્યા છે.

Most Popular

To Top