Vadodara

વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હેઠળ રેલવે પ્લેટફોર્મ નંબર છ થી સ્ટેશન વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી

એક ટ્રક અને એક ઢોર પકડવા માટે ની ગાડી ભરી સામાન જપ્ત કર્યો

વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા શરૂ કરાયેલી ગેરકાયદે દબાણ હટાવ ઝુંબેશ સોમવારે સતત ચાલુ રહી હતી. સયાજીગંજ સ્ટેશન વિસ્તારમાં અને પ્લેટફોર્મ નંબર 6 સુધી રસ્તાની બંને બાજુના વોર્ડ નં.3 વિસ્તારમાંથી લારી ગલ્લાના હંગામી દબાણો, રોડ રસ્તા પર બનાવવામાં આવેલા કાચા પાકા શેડ, સહિતના હંગામી દબાણો પર દબાણ શાખાની ટીમ અને પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ ઉત્તર વિભાગમાં શહેરના વોર્ડ નંબર 3 સયાજીગંજ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 થી દબાણ શાખાની ટીમે આજે નિયત સમયે દબાણ હટાવો કામગીરી શરૂ કરી હતી ત્યારે સ્ટેશન પાસે જ ઉભી રહેતી અનેક ખાણીપીણીની લારીઓ સહિત ખાનગી ટ્રાવેલ્સવાળાએ રોડ રસ્તા પર ગોઠવેલા ટેબલ ખુરશીઓ સહિત સયાજીગંજ થી રેલવે પ્લેટફોર્મ નંબર 6 પર પડેલી અનેક ચીજ વસ્તુઓ સહિત કેટલો જથ્થો જપ્ત કર્યો હતો.

જો કે ખાણી પીણીની લારીઓવાળાએ રોડ રસ્તા પર ગોઠવેલા ટેબલ ખુરશીઓ કબજે લેવાની કાર્યવાહી કરી ત્યારે નાસ્તા પાણી કરતા લોકોમાં ભાગદોડ મચી હતી. રોડ રસ્તાની બંને બાજુના દબાણો હટાવવાની કામગીરી દબાણ શાખા શરૂ કરી ત્યારે ઠેક ઠેકાણે દબાણ કરનારાઓ અને પાલિકા ટીમ વચ્ચે રકઝક થઈ હતી.

પરંતુ બંદોબસ્તમાં રહેલા ફતેગંજ પોલીસે મામલો તુરત સંભાળીને કામગીરીમાં થતી દખલ રોકી હતી. રસ્તા પર છાપરાવાળી કેટલીય બંધ લારીઓ સહિત ચા-પાણીની લારીઓ કાચા પાકા 15થી વધુ શેડ હતા.

.

Most Popular

To Top