શહેરના ફતેગંજમાં ડ્રાઇવર બેંકમાં ગયા ને રિક્ષાના સીટ નીચેના આશરે રૂ.3,000ની કિંમતના સ્પેરવ્હીલની ચોરી
નાગરવાડા વિસ્તારમાં ઘરની સામે પાર્ક કરેલી રિક્ષામાંથી રૂ.3000ની કિંમતના ટ્યૂબલેસ ટાયર સ્પેર વ્હીલની ચોરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 15
શહેરના ફતેગંજ વિસ્તારમાં તથા નાગરવાડા વિસ્તારમાંથી બે અલગ અલગ ઓટો રિક્ષાના સ્પેર વ્હીલ મળીને કુલ રૂ 6,000 ના મતાની ચોરી અંગેની સયાજીગંજ તથા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા નરહરિ હોસ્પિટલ પાછળના કમાટીપુરામા આવેલા બારેઇમામની ચાલીમાં મકાન નં. 66મા રહેતા મોહંમદ રફીક યાકુબભાઇ છોટલીયા પોતાના પરિવાર સાથે રહે છે અને પોતાની બજાજ ઓટો રિક્ષા જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-બીડબલ્યુ-6443 ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગત તા. 04 ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ વાગ્યે ઓટો રિક્ષા લઈને ફતેગંજ વિસ્તારમાં નરહરિ સર્કલ પાસે ઓટો રિક્ષા પાર્ક કરી બેન્ક ઓફ ઇન્ડિયા માં કામ માટે ગયા હતા અને જ્યારે તેઓ સાડા ત્રણ વાગ્યાની આસપાસ બેન્કમાંથી બહાર આવી પોતાની રિક્ષામાં જોયું તો ડ્રાઇવર સીટના નીચે મૂકેલું નવું સ્પેર વ્હીલ જેની કિંમત રૂ.3,000 મળ્યું ન હતું જેથી આસપાસ તપાસ કરી હતી પરંતુ સ્પેરવ્હીલ ન મળતાં ગત તા.13 ફેબ્રુઆરીના રોજ ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા નાગરવાડા સ્થિત બાવનચાલ ખાતે શારદા મંદિર પાસે રહેતા ભાવિન અશોકભાઇ શિરવડકર પોતાના પરિવાર સાથે રહે છે.તેમણે વર્ષ 2023મા ઓટો રિક્ષા જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-બીડબલ્યુ-3886 ખરીદી હતી જેનો ઉપયોગ તેઓ કરે છે. ગત તા.05 ફેબ્રુઆરીના રોજ રાત્રે આશરે આઠેક વાગ્યે ઓટો રિક્ષા પોતાના ઘરની સામે પાર્ક કરી સુઈ ગયા હતા અને બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે પોતાની ઓટો રિક્ષા લઈ કામ માટે નિકળવા જતાં હતાં તે દરમિયાન રિક્ષાના આગળના ભાગે ડિકી માંથી રિક્ષાનું નવું ટ્યુબલેસ સ્પેર વ્હીલ જેની આશરે કિંમત રૂ 3,000 ચોરી થયાનું જણાયું હતું જેની તપાસ કરવા છતાં પણ ન મળતાં તથા મરણ પ્રસંગની વ્યસ્તતાને કારણે તેમણે ગત તા.14 ફેબ્રુઆરીના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.