વડોદરામાં આજથી WPLનો પ્રારંભ,કોટંબી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે પ્રથમ મુકાબલો
બધી મેચો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે અને મેચોનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે :
પ્રથમ તબક્કામાં વડોદરામાં છ મેચનું આયોજન થશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.14
WPL 2025 આજથી શરૂ થવા જઈ રહી છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે પ્રથમ મુકાબલો રમાશે. આ ટુર્નામેન્ટ 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન રમાશે.
પ્રથમ તબક્કામાં વડોદરામાં છ મેચનું આયોજન થશે, ત્યારબાદ બેંગલુરુમાં આઠ મેચનું આયોજન થશે. લખનઉ ત્રીજા તબક્કામાં ચાર મેચનું આયોજન કરશે, ત્યારબાદ ચાર મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. WPL 2025 ની બધી મેચો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. WPL 2025 મેચોનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર પણ થશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમ
સ્મૃતિ મંધાના (કેપ્ટન), સબ્બીનેની મેઘના, એલિસ પેરી, રિચા ઘોષ, જ્યોર્જિયા વેયરહેમ, શ્રેયંકા પાટિલ, રેણુકા સિંહ, એકતા બિષ્ટ, કનિકા આહુજા, ડેની વ્યાટ-હોજ (યુપી વોરિયર્સમાંથી ટ્રેડેડ), હીથર ગ્રાહમ, કિમ ગર્થ, ચાર્લી ડીન, પ્રેમા રાવત, જોશીતા વીજે, જાગ્રવી પવાર, રાઘવી બિષ્ટ
ગુજરાત જાયન્ટ્સ ટીમ
એશ્લે ગાર્ડનર (કેપ્ટન), બેથ મૂની, દયાલન હેમલતા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડટ, શબનમ શકીલ, તનુજા કંવર, ફોએબ લિચફિલ્ડ, મેઘના સિંડ, કાશ્રી ગૌતમ, પ્રિયા મિશ્રા, મન્નત કશ્યપ, સયાલી સથગરે, સિમરન શેખ, ડીન્ડ્રા ડોટિન, પ્રકાશિકા નાઈક, ડેનિયલ ગિબ્સન