1991 ઉત્તરકાશી ધરતીકંપ : ઓક્ટોબર 1991 માં ઉત્તર પ્રદેશ (UP)માં અવિભાજિત રાજ્યમાં 6.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં ઓછામાં ઓછા 768 લોકો માર્યા ગયા હતા અને હજારો મકાનો ધરાશાયી થયા હતા.
1998 માલ્પા લેન્ડસ્લાઇડ: પિથોરાગ જિલ્લા (district)ના માલ્પાનું નાનું ગામ ભૂસ્ખલનથી ધોવાય ગયું હતું જેમાં 55 કૈલાસ માનસરોવર યાત્રાળુઓ સહિત આશરે 255 લોકો માર્યા ગયા હતા. પરિણામી ભંગાર શારદા નદીને આંશિકરૂપે અવરોધિત કર્યુ હતું.
1999 ચમોલી ભૂકંપ: ચમોલી જિલ્લામાં 6.8 ની તીવ્રતાના ભુકંપથી 100 લોકો માર્યા ગયા હતા. બાજુમાં આવેલા રુદ્રપ્રયાગ જિલ્લાને પણ ભારે અસર થઈ હતી. ભૂકંપ (EARTHQUAKE)ના પરિણામે કેટલાક ભૂમિના ભાગો ધોવાયા હતા, ભૂસ્ખલન અને પાણીના પ્રવાહમાં ફેરફાર પણ નોંધાયા હતા. રસ્તાઓ અને જમીન પર તિરાડો પણ જોવા મળી હતી.
2013 ઉત્તર ભારત પૂર: જુન 2013 માં, ઉત્તરાખંડ પર કેન્દ્રિત ઘણા દિવસો સુધી વાદળ ફાટવાના કારણે વિનાશક પૂર અને ભૂસ્ખલન સર્જાયું હતું. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં 5700 થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. પુલ અને રસ્તાઓ ધરાશાયી થતાં ચાર ધામ યાત્રા સ્થળો તરફ જતા ખીણોમાં 3 લાખથી વધુ લોકો ફસાયા (STUCK) ગયા હતા.
2021 ચમોલી ગ્લેશિયર તૂટ્યું : રવિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની રીષિગંગા ખીણમાં અલકનંદા અને તેની સહાયક નદીઓના અચાનક પતનને કારણે હિમાલયના ઊંચાઇવાળા પ્રદેશોમાં ભારે તબાહી સર્જાઇ છે. પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે જણાવ્યું હતું કે પૂર બાદ લગભગ 150 લોકો લાપતા હતા. ત્રણ મૃતદેહો (DEAD BODY)મળી આવ્યા છે અને કેટલાક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે.
ઉત્તરાખંડના ચમોલીમાં પ્રકૃતિના રોષે ફરી એકવાર લોકોને 7 વર્ષ પહેલાંની દુર્ઘટનાની યાદ અપાવી છે. 7 ફેબ્રુઆરી 2021ના રોજ, ચમોલીમાં અચાનક હિમનદી ફાટવા (COLLAPSE)થી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. વર્ષ 2013 માં, 16 અને 17 જૂનની રાત્રે, ઉત્તરાખંડના લોકોએ ભયંકર પ્રલય જોયો હતો, જેની પીડા આજે પણ ઘણા પરિવારોના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.
ભારે વરસાદ અને નદીઓ વહેતા સંકેત આપ્યા હતા અને સવાર સુધીમાં સમગ્ર કેદારઘાટીનો નાશ થઇ ગયો હતો. હાલમાં ગ્લેશિયર ફાટ્યા બાદ વહીવટી તંત્ર (MANAGEMENT)ની તાકીદને લીધે, ત્યાં જીવન અને સંપત્તિના નુકસાનની સંભાવના ઓછી છે. વર્ષ 2013 માં લોકોએ એક ભયંકર દ્રશ્ય જોયું. સરકારી દસ્તાવેજો મુજબ, તે દુર્ઘટનામાં આશરે 4000 હજાર થી વધુ લોકોનાં મોત નીપજ્યાં, પરંતુ સ્થાનિક લોકો અનુસાર, આ કુદરતી આફતમાં 10,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.
મહત્વની વાત છે કે કેદારનાથ ધામ સંપૂર્ણ નાશ પામ્યો અને ત્યાં ફક્ત બાબા કેદારનાથનું મંદિર જ બચી ગયું. આ દુર્ઘટના પછી, કેદારનાથ મંદિર અને આસપાસના વિસ્તારોને સુધારવા માટે ઘણા મહિનાઓ સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું.