Vadodara

વડોદરામાં ફરી લવજેહાદ, મુસ્લિમ યુવકે ઓળખ છુપાવી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યાં

ભાંડો ફુટી જતા યુવકે યુવતી તથા તેના સંતાનોને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરી ધમકી આપી

પ્રતિનિધિ વડોદરા   તા.13

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં લવજે હાદનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. જેમાં તાંદલજા વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવક દ્વારા પોતાની ઓળખ છુપાવીને હિન્દુ હોવાનું કહીને બે સંતાનની હિન્દુ માતાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા હતા. લગ્ન બાદ મોહસીનના કાંડનો પર્દાફાશ થતા તેણે યુવતી તથા તેના સંતાનોને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કર્યું હતું. જો આ વાતની કોઇને જાણ કરીશ તો તને તથા તારા સંતાનોને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેથી યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં સનફાર્મા કંપનીની બાજુમાં આવેલા નુરજહાપાર્ક સોસાયટીમાં  રહેતા મોહસીન ઐયુબ ખાન પઠાણ પોતે પરીણિત હોવા છતાં તેણ પોતાની મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવી હતી. ત્યારબાદ મનોજ સોની તરીકેને ઓળખ આપીને બાપોદ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય પરીણિતા અને બે સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી હતી. વર્ષ 2022 સુધીમાં મુસ્લિમ યુવકે યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ યુવક મુસ્લિમ હોવા છતાં યુવતી સાથે હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. દરમિયાન ગત 14 જાન્યુઆરીના રોજ યુવતીને મનોજ સોની હિન્દુ નહી પણ મુસ્લિમ હોવાની જાણ થઇ હતી. ત્યારે યુવતીએ તેના મોહસીન પઠાણને કહેવા જતા તેણે યુવતી ઝઘડો કર્યો હતો અને તેને તથા તેના પુત્રોને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરવા લાગ્યો હતો. જો તુ આ વાતની કોઇને જાણી કરીશ તો તને તથા તારા પુત્રોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. લગ્ન જીવન દરમિયાન મોહસીન પઠાણે ખાનગી ફાઇનાન્સ કંપનીમાં યુવતી પાસે રૂ. 90 હજારના લોન લેવડાવી હતી  ઉપરાંત તેના મિત્રને નામે મોપેડ લીધુ હતુ. જેના હપ્તા પણ યુવતી ભરી રહી છે. મોહસીન પઠાણે યુવતી પાસેથી રોકડ રૂપિયા એક લાખ લઇને પરત નહી આપી છેતરપિંડી આચરી છે.  જેથી બે સંતાનની માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top