Vadodara

કરજણ પાલિકાની ચૂંટણીમાં બળવા માટે સતીશ નિશાળિયા જવાબદાર

BJP મહિલા કાર્યકરે વિડિયો પોસ્ટ કરી જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળીયા પર નિશાન તાક્યું

વડોદરા જિલ્લા ભાજપ-પ્રમુખે મતદારોને ધમકી આપી હતી

BJPના ઉમેદવારને જિતાડશો તો મકાન તૂટવા નહીં દઉં, દગો કર્યો તો કોઈનું રાખવા નહીં દઉં’
આ બોલ વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ નિશાળીયાએ ગત રોજ સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રચાર દરમિયાન મતદારો સામે ધમકીભરી ભાષા વાપરી ત્યારે પાર્ટીના કાર્યકર્તા સહિત અનેક લોકોમા ચર્ચાનો વિષય બની ગયો હતો. સાથે એક વિવાદ પણ ઉભો થયો હતો ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી ચૂંટણી પંચમાં લેખિતમાં ફરિયાદ કર્યા બાદ કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું આચાર સંહિતાનો ભંગ થયો છે અને વોટરોને ડરાઈ ને મતદાન કરાવવા માટે જનતા પાર્ટીના સતીશ નિશાળીયા એ જાહેરમાં લોકોને ધમકી આપી છે. આ વિવાદિત બોલ બાદ પાર્ટીની અંદર પણ આ બોલની ચર્ચા થઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા ભારતીબેન ભણવડીયાએ પોતાના સોશિયલ મીડિયા પર સતીશ નિશાળીયા પર નિશાન સાધી વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓએ થોડાક દિવસો પહેલા જ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી છોડી આમ આદમી પાર્ટીમાં જોઈન થયા હતા, તેનો દોષનો ટોપલો પણ ભારતીબેને સતીશ નિશાળિયા પર ઠાલવ્યો હતો.
ભારતીબેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલ વિડિયો જેમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિસળીયા પર ગંભીર આરોપો લગાવ્યા હતા .
ભારતીબેને જણાવ્યું કે કરજણ નગરપાલિકામાં જે બળવો થયો તે તમારા જ પુણ્ય પ્રતાપે થયો છે. ભાજપ ને વોટ નહી આપો તો ઘર તોડી નાખીશ, અરે ભાઈ તમે કોઈનું ઘર શું તોડી શકો? ઘર તોડવાનું અને તમે કેવી રીતે આ બોલી શકો કે તમારું ઘર તોડી નાખીશ.
ભારતીબેને ને સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો હતો તે વીડિયોમાં જિલ્લા પ્રમુખ સતિષ નિશાળીયા પર નિશાન સાધતા કહ્યું સતિષભાઈ મેં અગાઉ ના વીડિયોમાં પણ કહ્યું છે અને ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું છે તમે લોકોના પાપની ચિંતા ના કરો. તમે તમારા પાપના ઘડા ની ચિંતા કરો. તમારા પાપના ઘડાને ફોડવા માટે મારા બજરંગ બલી હાથમાં ગદા લઈ લીધી છે. બજરંગ બલી સામે તમે શું કરવાના હતા . તમારા કાવા દાવાની નીતિથી મારો બજરંગ બલી હજાર હાથ વાળો બહુ મોટો છે. તમે બહુ નિર્દોષ લોકોની હાય લીધી છે. બહુ લોકોનું ખરાબ કર્યું છે પાપનો ઘડો તો તમારો ભરાઈ ગયો છે .
ભારતીબેને આક્ષેપો કરતા વધુમાં જણાવ્યું હતું કે કરજણ નગરપાલિકામાં જે બળવો થયો તે તમારા જ પુણ્ય પ્રતાપે છે. તમે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કાવતરું કર્યું છે. તમે ભૂતકાળમાં પણ ભાજપ વિરુદ્ધ કામ કરેલું છે.

Most Popular

To Top