પોલીસ બંદોબસ્ત સાથે પાદરા પોલીસ મથકે લાવવામાં આવી :
યુવતી અમૃતસર એરપોર્ટ પર આવ્યા બાદ આજે પાદરા તેના માદરે વતન આવી પહોંચી :


( પ્રતિનિધિ )વડોદરા,તા.6
અમેરિકાથી ગુજરાતીઓની હકાલ પટ્ટી કરવામાં આવી છે.ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુને પણ પરત મોકલવામાં આવી છે. જે અમૃતસર એરપોર્ટ ઉપર આવી પહોંચી હતી. ખુશ્બુ સહિત 37 જેટલા ગુજરાતીઓની હકાલ પટ્ટી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ખુશ્બુને પ્રથમ પોલીસ બંદોબસ્ત સાથે પાદરા પોલીસ મથકે અને બાદમાં લુણા ગામ ખાતે મોકલવામાં આવી હતી.
અમેરિકામાંથી ગુજરાતીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 37 જેટલા ગુજરાતીઓની હકાલ પટ્ટી કરવામાં આવી છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને દેશ નિકાલ કરવાની હાકલ કરી છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ નામનીને પણ પરત મોકલવામાં આવી છે. ખુશ્બુ પટેલ નામની યુવતી અમૃતસર એરપોર્ટ પર ગતરોજ આવી પહોંચી હતી. ખુશ્બુ સહિત 37 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા ખુશ્બુ અમેરિકા સ્થાયી થઈ હોવાનું પરિવારે જણાવ્યું હતું. ખુશ્બુ ત્યાં રિલીફ કેમ્પમાં રહેતી હતી. એક વર્ષ પહેલાં જ અમદાવાદના કલોલના પાર્થ સાથે તેના લગ્ન થયા હતા. ખુશ્બુના કાકા પ્રવીણભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ખુશ્બુ પટેલ મારી ભત્રીજી થાય છે. તે અમેરિકા ખાતે ગઈ હતી અને ત્યાંની સરકારે એને ડિપોટ કરી છે. હવે શું કારણસર કરી છે. એ ખબર નથી. ખુશ્બુને લગ્ન થયે એક વર્ષ જેટલો સમય થયો છે. જો અમેરિકા આ રીતનું પગલું ભરતી હોય તો પછી બધાએ એટલે કે ભારત સરકારે પણ આ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. અમેરિકા ખાતેથી હકાલ પટ્ટી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના વિજાપુર, મહેસાણા, સિધ્ધપુર,ગાંધીનગર, વડોદરાના પાદરા, આણંદના પેટલાદ, ડભાલા,ભરૂચ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર ,કલોલ,માણસા, ગોજારીયા, ડભાલા સહિતના જિલ્લાઓમાંથી ગુજરાતીઓનો સમાવેશ થાય છે. આજે ખુશ્બુને પોલીસ બંદોબસ્ત સાથે પાદરા પોલીસ મથકે લાવવામાં આવી હતી. જ્યાં જરૂરી તપાસ બાદ તેને તેના ગામ લુણા ખાતે મોકલવામાં આવી હતી.