Vadodara

હાઇવે તરફથી વડોદરા શહેરમાં પ્રવેશતું પાણી અટકાવવા પ્રયાસ: પ્રિ મોનસુનની કામગીરી

વર્ષ 2024ના પૂર બાદ વડોદરા તંત્રને આવ્યું ભાન


વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વિસ્તારમાં વરસાદી કાંસોની સાફસફાઈ અને પહોળી કરવાની કામગીરી હાથ ધરી છે. આગામી ચોમાસા પૂર્વે હવે વરસાદી પાણી શહેરમાં પ્રવેશતા અટકાવવા પાલિકા દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વડોદરા શહેરમાં ગત વર્ષે તંત્રના પાપે આવેલા વિનાશક પૂરે શહેરમાં ભારે તારાજી સર્જી હતી. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર ની પરિસ્થિતિ ઉદ્ભવી હતી.
લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારે હવે ચાલુ વર્ષે ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય જેના ભાગરૂપે આગામી ચોમાસા પૂર્વે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. ગત વર્ષે વડોદરા શહેરમાં જે પુર આવ્યું અને ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારોમાં છે એમાંથી જે પાણી શહેરમાં પ્રવેશ્યું હતું.
આ વખતે પાલિકા તંત્ર દ્વારા નક્કી પ્રિમોન્સૂન ની કામગીરી શરૂ કરવામાં આવ્યું છે . પૂર્વ વિસ્તારની જે વરસાદી કાંસો છે તેને પહોળી કરવામાં આવે અને એની સફાઈ કરવામાં આવે એના ભાગરૂપે પૂર્વ વિસ્તારની નાની મોટી તમામ કાંસોની સાફ-સફાઈ અને વર્ગીકરણની કામગીરી સોમવારથી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરીમાં મોટા પ્રમાણમાં મશીનરી હાઈવા જેસીબી પોકલેન્ મશીન ડમ્પર વડે કામગીરી કરવામાં આવી રહી છે અને આ સાફ સફાઈ પાછળ આશરે બે મહિનાનો સમય લાગશે તેવું અનુમાન લગાવાયું છે હાલમાં આજવા ચોકડીથી લઈને આજવા રોડને સમાંતર પેરેલલ સિકંદરપુરા ગામથી આંગન તક્ષ તરફની અને લક્ષ્‍મી સ્ટુડિયો ની પાછળની કાંસોની કામગીરી ચાલી રહી હોવાનું પાલિકાના એએમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું.

Most Popular

To Top