સવારે પત્ની દરવાજો અડકાવી પોતાની જોબ પર ગયા અને કોઇ ઇસમે ઘરમાંથી મોબાઇલ ફોન તફડાવી લીધો
બનાવ અંગેનીઇ- ફરિયાદના આધારે બાપોદ પોલીસે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 01
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ ખાતેના ઝવેરનગર ખાતે રહેતા અને યુ.કે.બેન્કમા એરિયા સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા રોનકભાઇ મહેતાના મકાનમાંથી ગત તા. 28મી જાન્યુઆરી ની સવારના સમયે ઘરના બેડરૂમમાં ચાર્જ કરવા મૂકેલા મોબાઇલ ફોનની ચોરી થતાં આ અંગેની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી.
શહેરમાં હવે ધોળા દિવસે પણ ચોરીની ઘટનાઓ બનવા લાગી છે.દિવસે મકાન બંધ કરીને અથવાતો દરવાજો આડો કરી જરા પણ આમતેમ થયા કે આસપાસ, મંદિર કે ક્યાંય ગયા તો અજાણી આંખો આ નજર રાખતી હોય છે અને જરા પણ સાવધાની હટી કે તરતજ દુર્ઘટના ઘટી જેવું વાતાવરણ શહેરમાં જોવા મળી રહ્યું છે. શહેરમાં ગુનેગારોને,તસ્કરોને જાણે પોલીસ કે કાયદાનો અને શહેરમાં ઠેરઠેર લાગેલા સીસીટીવી કેમેરા નો પણ કોઈ ભય રહ્યો નથી તેવું જણાય છે.શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત પ્રભુનગરની ગલી ઝવેરનગર ખાતે આવેલા શ્યામલ ફ્લેટના ફ્લેટ નં.102ખાતે પરિવાર સાથે રહેતા રોનકકુમાર કિરીટકુમાર મહેતા (ઉ.વ.41) આજવારોડ ખાતે આવેલા એ.યુ.બેન્કમા એરિયા સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેઓ પાસે ઓપ્પો એફ -7પ્રો પ્લસ મિડનાઇટ નેવી કલરનો નવો મોબાઇલ ફોન છે જેનો ઉપયોગ તેઓ કરતા હતા ગત તા. 28મી જાન્યુઆરીના રોજ સવારે સવા સાત વાગ્યાના અરસામાં તેમના પત્ની જલ્પાબેન મહેતા જેઓ શફાયર ગ્લોબલ સ્કૂલમાં ફરજ બજાવે છે તેઓ મેઇન ગેટનો દરવાજો અટકાવી પોતાની ફરજ પર ગયા હતા અને રોનકભાઇ બેડરૂમમાં પોતાનો મોબાઈલ ફોન ચાર્જ કરવા મૂકીને સૂઇ ગયા હતા ત્યારબાદ તેઓ સવારે આઠ વાગ્યે ઉઠીને પોતાનો મોબાઇલ ફોન લેવા ગયા પરંતુ મોબાઇલ ફોન જગ્યા પર ન હતો જેથી ઘરમાં તથા આસપાસ જોતાં મળ્યો ન હતો ત્યારે આ અંગે ગત તા.30 જાન્યુઆરીના રોજ ઓનલાઇન ઇ-ફરિયાદ નોંધાવી હતી જેમાં મોબાઇલ ફોનની આશરે કિંમત રૂ.20,000ની જણાવવામાં આવી હતી જે અંગે બાપોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.