Vadodara

પગમાં પતંગના દોરાથી ઇજાગ્રસ્ત સાત વર્ષીય રૂહાનીનું મોત શ્રેય હોસ્પિટલની બેદરકારીથી થયું, પરિવારે ફરિયાદ નોંધાવી

*ઉતરાયણ પર્વે પતંગના દોરાથી ઇજાગ્રસ્ત સાત વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજવાના મામલે પરિવારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી*


*શ્રેય હોસ્પિટલ, માંજલપુરની નિષ્કાળજી અંગેના પરિજનો દ્વારા આક્ષેપો*

* ઓપરેશન થિયેટરમાં શસ્ત્રક્રિયા દરમિયાન રૂહાની પટેલ નામની બાળકીની તબિયત અચાનક લથડી*


શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વડસર રેલવે ઓવરબ્રિજ પાસે રહેતા પરિવારની સાત વર્ષીય દીકરીના પગમાં ગત 14 તારીખને ઉતરાયણની સાંજે પગમાં પતંગનો દોરો વાગવાથી તેની સારવાર માટે દાખલ કરી હતી જ્યાં ઓપરેશન દરમિયાન તેણીનું મોત નિપજતાં પરિવારે હોસ્પિટલ ના તબીબોની લાપરવાહી સામે પોલીસ ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી છે.

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વડસર રેલવે ઓવરબ્રિજ પાસે પરિવાર સાથે રહેતી જેના પિતા હયાત નથી, માતા સાથે ટ્વીન્સ બાળકો છે જેમાં સાત વર્ષીય રૂહાની અતિકભાઇ પટેલ નામની દીકરી માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે વિધાલયમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ -1મા અભ્યાસ કરતી હતી.ગત 14મી જાન્યુઆરીના રોજ તે પરિવાર સાથે ફ્રેન્ડના ઘરે ઉતરાયણ કરી સાંજે દ્વિચક્રી વાહન પર પરત ઘરે આવતા હતા. તે દરમિયાન પતંગનો દોરો આવી જતાં રૂહાનીના પગમાં ચીરો પડ્યો હતો. જેથી તેને સૌ પ્રથમ નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે લઇ ગયા હતા જ્યાં ચાર ટાંકા લીધા હતા છતાં પરિવારે વધુ સારવાર માટે રૂહાનીને બીજા દિવસે એટલે કે વાસી ઉતરાયણ પર્વે માંજલપુરમાં તુલસીધામ ચારરસ્તા પાસે આવેલી શ્રેય હોસ્પિટલમાં ડો.આશિષ કોઠારીને બતાવતા તેમણે દીકરી રૂહાનીને ટેન્ડલ કટ હોય સામાન્ય સર્જરી કરવી પડશે. તેમ જણાવી દાખલ કરાયા કહેતા પરિવારે ગત તા.16મી જાન્યુઆરીના સવારે રૂહાનીને શ્રેય હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં સાંજે આશરે છ વાગ્યે રૂહાનીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી જ્યાં માતા તેજલ પટેલ જાતે ઓપરેશન થિયેટર સુધી બાળકી સાથે ગયા હતા. જ્યાં બાળકી એકદમ ઠીક હતી પરંતુ સાત વાગ્યે અચાનક ડોક્ટર અને સ્ટાફે દોડભાગ કરતાં માતાને શંકા જતાં પૂછ્યું ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે રૂહાનીનું ઓક્સિજન લેવલ ઘટી ગયું છે તો આશિર્વાદ હોસ્પિટલમાં લઇ જવી પડશે અને થોડીવારમાં દીકરીનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારને શંકા છે કે એનેસ્થેસિયા ને કારણે દીકરી ભાનમાં ન આવી કે અન્ય કોઈ કારણોસર હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીના કારણે દીકરી ગુમાવવી પડી છે ત્યારે સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરીના ફુઆ નીરવ શાહે ન્યાયિક તપાસ માટે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે

Most Popular

To Top