કબાટના ડ્રોવરનુ લોક તોડી રૂપિયા એક લાખની ચોરી
માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 31
શહેરના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી વિજય ઇન્ડસ્ટ્રીમાં ગત તા. 30મી જાન્યુઆરીના રોજ કંપનીના માલિક દ્વારા કર્મચારીઓના પગાર માટે નાણાં મૂકી કંપની બંધ કરીને ગયા અને ડ્રોવરમા મૂકવામાં આવેલા રૂપિયા 1 લાખના મતાની ચોરી થયાની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા માણેજા ક્રોસિંગ પાસે રહેતા પ્રકાશ ગંગારામ જાધવ પોતાના પરિવાર સાથે રહે છે અને મકરપુરા જીઆઈડીસીમાં પ્લોટ નં. 119/એ, ખાતે વિજય ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની ધરાવે છે.ગત તા. 30મી જાન્યુઆરીના રોજ કર્મચારીઓના પગાર માટે નાણાં કંપનીના કબાટના ડ્રોવરમા મૂક્યા હતા અને ફેક્ટરીને સાંજે સાડા પાંચ લોક મારીને ઘરે ગયા હતા શુક્રવારે સવારે સાત વાગ્યે જ્યારે ચ્હા વાળા સુરેશભાઇએ ફોન કરીને જણાવ્યું હતું કે,”તમારી ફેક્ટરીના તાળાં તૂટેલા છે અને ગેટ ખુલ્લો છે” તેમ કહેતા પ્રકાશભાઇ જાદવ સાડા સાતના સુમારે ફેક્ટરી ખાતે દોડી આવ્યા હતા અને માંજલપુર પોલીસને જાણ કરી હતી માંજલપુર પોલીસની હાજરીમાં ફેક્ટરીની અંદર પ્રવેશતાં મુખ્ય ગેટ નું તાળું તૂટેલું હતું અને અંદર કબાટ તથા ડ્રોવરનો સામાન વેરવિખેર હાલતમાં હતો ત્યારબાદ બેંકમાંથી કર્મચારીઓ ના પગાર માટે રૂપિયા એક લાખ મૂકેલા હતા તે જણાઇ આવેલ ન હતા તે સિવાય અન્ય કોઇ ચીજવસ્તુઓ ચોરાઇ ન હોવાનું જણાતાં રૂપિયા એક લાખના મતાની ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.