કંસ્ટ્રકશન સાથે જોડાયેલી આ કંપનીમાં બપોરે 2વાગ્યાથી જીએસટી ના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ


(પ્રતિનિધિ) વડોદરા તા. 29
શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા અર્થ આઇકોન બિલ્ડિંગના બીજા માળે આવેલી એસ.કે.મકવાણા એન્ડ કં. મા બુધવારે બપોરે બે વાગ્યાથી જીએસટીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે સાંજે આઠ વાગ્યા સુધી ચાલુ રહી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કંસ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલી એસ.કે. મકવાણા એન્ડ કંપનીની ઓફિસ શહેરના ન્યૂ વીઆઇપી રોડ સ્થિત ખોડિયારનગર ચારરસ્તા પાસે આવેલા અર્થ આઇકોન બિલ્ડિંગમાં બીજા માળે એસ એફ -32મા આવેલી છે અહીં બુધવારે બપોરે બે વાગ્યાથી જીએસટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી આ અંગે એસ.કે. મકવાણા એન્ડ કંપનીના પાર્ટનરને પૂછતાં તેમણે જીએસટી દ્વારા ઓડિટ ની કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું જ્યારે જીએસટીના અધિકારીઓ દ્વારા કામગીરી ચાલી રહી હોય વધુ માહિતી આપવાનું ટાળ્યું હતું. કંપની વડોદરા મહાનગરપાલિકામા ડ્રેનેજ તથા પાણીની લાઇન સહિતના કંસ્ટ્રકશન કામના કોન્ટ્રાક્ટ લેતી હોવાનું જાણવા મળ્યું છે.બુધવારે બપોરે ખાનગી કારમાં ચાર થી પાંચ અધિકારીઓ અહીં પહોંચ્યા હતા અને ઓડિટ તપાસ હાથ ધરી હતી રાત્રે આઠ વાગ્યે જીએસટી ના અધિકારીઓ દ્વારા એક લેટર કંપનીના અધિકારીઓ ને આપવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ લેટર કંપનીના લિગલ એડવાયઝર દ્વારા સ્ટડી કર્યા બાદ વધુ વિગત આપવામાં આવે તેવી શક્યતા છે.