Vadodara

વડોદરા : MSUની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે ત્રિદિવસીય વિજ્ઞાન ગુર્જરી ગુજરાત પ્રાંત દ્વારા ગુજરાત વિજ્ઞાન સંમેલનનો પ્રારંભ

17થી વધુ યુનિવર્સીટીઓ, સંસ્થાઓ,6 થી વધુ શાળાઓએ ભાગ લીધો :

56 જેટલા પ્રદર્શનીના સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.27

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના ટેકનોલોજી ફેકલ્ટી ખાતે ત્રિદિવસીય વિજ્ઞાન ગુર્જરી ગુજરાત પ્રાંત દ્વારા ગુજરાત વિજ્ઞાન સંમેલન ૨૦૨૫ નો સોમવારથી પ્રારંભ થયો છે. આ સંમેલનમાં 17થી વધુ યુનિવર્સીટીઓ, સંસ્થાઓ,6 થી વધુ શાળાઓએ ભાગ લીધો છે. આમાં 56 જેટલા પ્રદર્શનીના સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે.

વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત પ્રાંત દ્વારા અને મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડાના સહયોગથી તા.27 થી તા.29 જાન્યુઆરી 2025 દરમિયાન ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ, કલાભવન ખાતે ગુજરાત વિજ્ઞાનસંમેલન-2025 પ્રોજેક્ટ ટુ પ્રોડક્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિજ્ઞાન, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, ફાર્મસી અને ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને પીએચડીના વિદ્યાર્થીઓ સહીત 178 પ્રોજેક્ટ અને 350 વિદ્યાર્થીઓ ભાગ લીધો છે. કાર્યક્રમના પ્રારંભે ડો.સુનીલ કહાર અને ડો.અમિત પટેલ, આ ઇવેન્ટના સંયોજક અનુસાર, મુખ્ય અતિથી પ્રોફેસર ધનેશ પટેલ, એમ.એસ. યુનિવર્સિટી ઓફ બરોડાના ઈન્ચાર્જ વાઇસ ચાન્સેલર અને ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન દ્વારા ઉદબોધન આપવામાં આવ્યું હતું. અતિથી વિશેષ ડો.ચૈતન્ય જોષી, પ્રમુખ વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત પ્રાંતના, પ્રોફેસર હરી કટારીયા, ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન અને જગદીશ ભાઈ પોપટ, વડોદરા મહાનગર, સંઘચાલક, રાષ્ટ્રીય સ્વયં સ્વયસેવક સંઘ વડોદરા દ્વારા પણ સંબોધન આપવા આવ્યું હતું. પ્રોજેક્ટ ટુ પ્રોડક્ટ ઇવેન્ટનો ઉદ્દેશ છે. શૈક્ષણિક ક્ષેત્રમાં ઉદ્યોગોને લગતા પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવું, શૈક્ષણિક પ્રવૃત્તિઓનું હકીકતમાં મહત્વ અને તેની ઉદ્યોગ માટેની અસરની ઓળખાણ કરાવવી,ઉદ્યોગની સમસ્યાઓનું ઉકેલ લાવવા માટે ઉદ્યોગો સાથેના સંવાદને વધારવું. P2P ઇવેન્ટમાં વિદ્યાર્થીઓના સર્જનાત્મક પ્રોજેક્ટ આઈડિયાને સમર્થન અને માન્યતા આપી, પ્રત્યેક પ્રોડક્ટ માટે વિનામૂલ્યે પ્રિન્ટ રાઇટ ઓફર કરાશે અને આઈડિયાઓને ખુલ્લા મંચ પર સૂચિબદ્ધ કરવામાં આવશે. વિવિધ ઉદ્યોગો પ્રોજેક્ટ આઈડિયાને વધુ વિકાસ માટે અને ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરશે. પસંદ કરાયેલા પ્રોજેક્ટ્સ વિજ્ઞાન ગુર્જરી જર્નલ ઓફ ઇનોવેશન એન્ડ રિસર્ચમાં પ્રકાશિત કરાશે.

Most Popular

To Top