Vadodara

વડોદરાના નમો કમલમ કાર્યાલય ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી

તિરંગાનું ધ્વજારોહણ ભાજપના વરિષ્ઠ કાર્યકર આર.બી. ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું

વડોદરાના કારેલીબાગ સ્થિત નમો કમલમ કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ઉત્સાહભેર ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જનસંઘથી શરૂ થયેલી ભાજપની સફર અને તેના કાર્યોને યાદ કરતાં તિરંગાનું ધ્વજારોહણ ભાજપના વરિષ્ઠ કાર્યકર આર.બી. ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું.

ધ્વજારોહણ પછી, ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉ. વિજય શાહે 2024માં શહેરમાં કરાયેલા મહત્વપૂર્ણ કાર્યોને યાદ કરતાં કાર્યકર્તાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે ભાજપના કાર્યકર્તાઓની નિષ્ઠા અને પડકારો સામેની તેમની અદમ્ય શક્તિની પ્રશંસા કરી હતી. પોતાના ઉદબોધનમાં તેમણે કહ્યું કે, “કાર્યકર્તાઓએ ચૂંટણી દરમિયાન મળેલી સફળતામાં મહત્વનો ફાળો આપ્યો છે અને આગળ પણ તેઓ પાર્ટી સાથે સંપૂર્ણ સમર્પણ સાથે રહી શક્શે.”

આ પ્રસંગે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી, મેયર પિંકી સોની, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કેયુર રોકડિયા, પૂર્વ સાંસદ રંજન ભટ્ટ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કાર્યકર્તાઓના અભિનંદન સાથે તેમના મહત્વના યોગદાનને પ્રશંસનીય ગણાવ્યા હતા.

Most Popular

To Top