અવાજ સાથે અચાનક ઝાડ તૂટી પડતા લોકો ભયભીત :
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
વડોદરા શહેરના લાલબાગ બ્રિજની નીચે અરિહંત સુપર માર્કેટ બિલ્ડીંગ પાસે આવેલું વિશાળ આમલીનું વૃક્ષ જેનો એક ભાગ અચાનક જ અવાજ સાથે તૂટી પડતા નીચે પાર્ક કરેલા ત્રણ જેટલા વાહનો તેમજ ત્રણ જેટલી વ્યક્તિઓ પણ દબાઈ ગઈ હતી. સદનસીબે તેઓને કોઈ મોટી ઈજા થઈ ન હતી. જ્યારે આ બનાવને પગલે લોકોમાં ભારે ફાફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


સ્થાનિક ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે લાલબાગ બ્રિજની નીચે અરિહંત સુપર માર્કેટ બિલ્ડીંગ છે. આ જે પરિસ્થિતિ છે એનું ધ્યાન બે મહિના પહેલા અમે કોર્પોરેશનમાં ફોન કરી કરીને ઘણી વખત દોર્યું છે. એ લોકો આવી અમારી ગેલેરીમાંથી છઠ્ઠા માળેથી જોઈ ગયા છે અને એમણે એવો જવાબ આપ્યો કે અમારે મીલેટરી ને પૂછવું પડે, અમારાથી કશું ના થાય. એક બે વાર એવું કર્યું કે આવે છે ઝાડ કાપનારા પછી કોઈ એક્શન લેવાય નહીં અને આજે આ પરિણામ જોઈ શકાય છે. આ ઝાડ લગભગ અડધો પોણા ભાગનું ઝાડ તૂટી પડી ગયું છે. જેમાં ત્રણથી ચાર બાઇક હતી રજા છે તો કાર પાર્કિંગ થયું નથી. નહીં તો વધારે નુકસાન થઈ શકત. ત્રણ એક છોકરાઓ દબાઈ ગયા હતા પણ વધારે વાગ્યું નથી એ બહાર નીકળી આવ્યા હતા.


બ્રીજના નીચે પૌવાની લારી ધરાવતા ધારકે જણાવ્યું હતું કે ઝાડ અચાનક જ પડી ગયું અમને કોઈને ખબર ન હતી અમે ચાર જણા અંદર હતા જે બીજા ત્રણ કસ્ટમર હતા એ લારી પર ખાઈને વાત જ કરતા હતા અને અચાનક જ અવાજ આવ્યો અને ઝાડ નીચે તૂટી પડ્યું. વાગ્યું કોઈને નથી સામાન્ય ઈજા થઈ છે. ત્રણથી ચાર ગાડીઓ દબાઈ ગઈ છે તેમ લારી ધારકે જણાવ્યું હતું. ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમએ જણાવ્યું હતું કે અમને દાંડિયા બજાર સ્ટેશનથી કોલ મળ્યો હતો કે ઝાડ પડ્યું છે અને ઝાડના નીચે ત્રણ છોકરાઓ ફસાઈ ગયા છે એવી વર્ધી મળી હતી. તુરંત અમે થોડીક જ વારમાં અહીંયા આવી પહોંચ્યા હતા રસ્તા નું કામ ચાલુ હોવાથી થોડુંક તકલીફ પડી હતી, પણ અમારા આવતા પહેલા છોકરાઓ શેફ નીકળી ગયા હતા. એક બાજુ પર હવે ગાડીઓ અંદર ફસાઈ ગઈ હતી. જે ગાડીઓને અમે બહાર કાઢવામાં આવી હતી આ આમલીનું ઝાડ હતું.
