સ્નાન અને દાનનું મહત્વ સાથે જ મૌનવ્રત રાખવાથી યશ,કિર્તીની પ્રાપ્તિ થાય છે
મૌની અમાસના દિવસે તલનું દાન,ગરમ વસ્ત્રનું દાન,અન્નદાન કરવું વિશેષ લાભકારી છે
(પ્રતિનિધિ) વડોદરા તા. 25
આગામી 29 તારીખ ને બુધવારે મૌની અમાવસ્યા છે આપણા શાસ્ત્રમાં અમાવસ્યાનું ખૂબ મહત્વ રહેલું છે. અમાવસ્યાના દેવ ભગવાન પિતૃદેવ છે. અને એમાંય મૌની અમાવસ્યાનું ખૂબ અનેરૂ મહત્વ છે. મૌની અમાવસ્યાના દિવસ મૌન વ્રત રાખવાંથી જીવનમાં માન, યશ અને કીર્તિ ની પ્રાપ્તિ થાય છે. સાથે મૌન ધારણ કરી વ્રત અને પરમાત્માનું નામ સ્મરણ કરી હરિ સ્મરણ કરી મૌની અમાવસ્યાનું વ્રત કરવાથી પરમતત્વની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે ખાસ કરીને વ્રત, જપ,તપ અને દાનનું વિશેષ મહત્વ છે. અમાસના દિવસે તલનું દાન,ગરમ વસ્ત્ર નુ દાન અને અન્ન દાન કરવું વિશેષ લાભ કારી છે
બુધવારે અમાવસ્યા શ્રવણ નક્ષત્ર અને સિદ્ધ યોગ સાથે મૌની અમાવસ્યા છે.
ખાસ કરી ને મૌની અમાવસ્યાના દિવસે વિશેષ સંયોગ સર્જાયો છે બુધવારે અમાવસ્યા શ્રવણ નક્ષત્ર અને સિદ્ધ યોગ સાથે બુધવારી અમાવસ્યા સાથેસાથે. 144 વર્ષે આવેલ મહાકુંભનું આજના દિવસે વિશેષ મહત્વનું કુંભ સ્નાન છે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે મકરમાં સુર્ય,મહા મહિના ની અમાવસ્યા અને વૃષભમાં ગુરૂ હોય ત્યારે પ્રયાગમાં કુંભ સ્નાનનું મહત્વ વિશેષ થાય છે. સાથે મકરનો ચંદ્રમા છે તેથી તારીખ 29 ને અમાવસ્યાનું એક અનેરૂ મહત્વ છે અને આ દિવસે કરેલા દાન,સ્નાન,અને વ્રત થી ઘરમાં, પરિવારમાં સુખ શાંતિ અને આનંદ ની પ્રાપ્તિ થાય છે સાથે શરીરમાં પણ ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સમાજમાં માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.પિતૃ દોષમાંથી રાહત પ્રાપ્ત થાય છે. બુધવારે મૌની અમાસના દિવસે પીપળાના વૃક્ષ પર કાળા તલ,દૂધ,અને જળ અર્પણ કરવું વિશેષ લાભકારી છે ગાયને ગોળ અને ઘી ખવડાવવું, બ્રાહ્મણોને દાન નું વિશેષ મહત્વ છે.
–સત્યમ મહેન્દ્રભાઈ જોષી -જ્યોતિષાચાર્ય
મૌની અમાસે પિતૃતર્પણ, કાલસર્પયોગ તથા નારાયણબલીની વિધિનું વિશેષ મહત્વ હોય છે.
આગામી તા. 28મી જાન્યુઆરી ને મંગળવારે સાંજે 5:37 ક. થી અમાસનો પ્રારંભ થશે જે તા. 29 મી જાન્યુઆરી ને બુધવારે સાંજે 6વાગ્યા સુધી અમાસ તિથિ રહેશે. બુધવારના દિવસે ઉદિત તિથિ અમાસ પ્રાપ્ત થતી હોય બુધવારી અમાસ અને મૌની અમાવસ્યા પણ કહેવાય છે. મૌની અમાસના દિવસે ભગવત નામ સ્મરણ નું મહત્વ છે. અમાસ તિથિ સાથે જ બુધવાર અને મૌની અમાસ હોય આ દિવસે પિતૃતર્પણ, કાલસર્પયોગ તથા નારાયણબલી પૂજન વિધિનું વિશેષ મહત્વ છે તદ્પરાંત ગાયોને દાન, બ્રાહ્મણો અને ગરીબોને,ભૂખ્યાઓને ભોજન અને દાનનું મહત્વ છે.પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળાનું પૂજન કરવું તથા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ સાથે જ ભગવત નામ: સ્મરણ સાથે કરાતું તિર્થ સ્નાન પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.
–શાસ્ત્રી નયનભાઇ જોશી -કથાકાર અને જ્યોતિષાચાર્ય