બહાદરપુરના તબીબ નસવાડી થી સંખેડા આવતા હતા ત્યારે તેમને દીપડો રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યો
સંખેડા તાલુકાના ઈન્દ્રાલ ગામની સીમમાં રાત્રિના સમયે રસ્તા ઉપર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. ત્યાંથી બહાદરપુરના તબિબ નસવાડીથી સંખેડા આવતા હતા. તે દરમિયાન દીપડો રસ્તા ઉપર લટાર મારતો જોવા મળ્યો હતો.
સંખેડા તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી ઇન્દ્રાલના જંગલો બાજુ તેમજ અન્ય વિસ્તારમાં ક્યારેક ક્યારેક દીપડો પશુનો મારણ કરતો હોવાની ચર્ચા ઊભી થઇ છે. સંખેડા તાલુકાના ઇન્દ્રાલના ગામ પાસે જંગલ વિસ્તાર આવેલો છે. ઉપરાંત જંગલ પાસેથી હેરણ નદી પણ પસાર થાય છે. જેથી રાત્રિના સમયે જંગલમાંથી દીપડો પાણી પીવા માટે આવતો હોવાની પણ ચર્ચા થાય છે. રાત્રિના સમયે દિપડો રસ્તા ઉપર લટાર મારતો જોવા મળ્યો હતો. સંખેડા તાલુકાના બહાદરપુર ગામે ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબ જીગ્નેશ પટેલ નસવાડીથી વાયા ઈન્દ્રાલના રસ્તે થઈ અને બહાદપુર રિટર્ન આવતા હતા. તે દરમિયાન રાત્રિના આશરે 11 વાગ્યાના આસપાસ દીપડો તેમની કારની બિલકુલ આગળથી જ
પસાર થતો જોવા મળ્યો હતો. દીપડાને જોઈને તેમને ” પોતાની ફોરવીલર ઊભી રાખી દીધી હતી અને ત્યાંથી પસાર થતાં દીપડાનો ફોટો પડ્યો હતો અને વિડીયોઉતાર્યો હતો. રસ્તાની એક બાજુથી દીપડો આવ્યો અને રોડ ઉપર લટાર મારી અને રસ્તાની બીજી તરફ જંગલ વિસ્તારમાં જતો રહ્યો હતો.