વડોદરાની નવીન કલેકટર કચેરી ખાતે ઘારાસભા હોલમાં જીલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા વિકાસ અધિકારી, પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.

નવીન કલેકટર કચેરી ખાતે જિલ્લા પંચાયત સામાન્ય સભા ઘારાસભા હોલ કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જીલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા , જીલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, ઉપપ્રમુખ અશ્વિન પટેલ તથા જિલ્લા પંચાયત વિપક્ષના નેતા મુબારક પટેલ તથા ડો.પ્યારે સાહેબ તથા નિલેશ પુરાણી સહિત તમામ જીલ્લા પંચાયતના સભ્યની હાજરીમાં આ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા પંચાયતની સભા મુલતવી રાખવામાં આવી હતી. 16 મુદાઓ લઈને આ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, તાલુકા પંચાયત પેટા ચૂંટણી હોઈ આચાર સહિતા હોવાથી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. જેમાં વઘુ માહિતી પુરી પાડી હતી. ત્યારે, હવે, જિલ્લા પંચાયતની આગામી સામાન્ય સભા 24 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું હતું.