Vadodara

વડોદરા : ભાયલી અને સમાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સ્કૂલના પ્રિન્સિપાલને મેલ પર મળી ધમકી, બોમ્બ અને ડોગ સ્કોડ, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

વડોદરા તારીખ 24

વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને મેલ દ્વારા ભાયલી સહિત સમાની બંને સ્કૂલને બોમ્બેથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે વહેલી સવારથી જ સ્કૂલ ચાલુ હોવા છતાં એસ.ઓ.જી, બીડીએસ, ડોગ સ્કોડ સ્થાનિક પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ત્રણ સ્કૂલ પર પહોંચી ગયો હતો અને બાળકોને બહાર બોલાવીને બોમ્બની તપાસ દ્વારા પણ કરાઇ હતી. જેના પગલે એક તબક્કે બાળકો સહીત શિક્ષકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.
વડોદરા એરપોર્ટને અવારનવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેલ મળતા રહેતા હોય છે. ત્યારે હવે સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી હતી હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે ગઈકાલે 24 જાન્યુઆરીના રોજ વહેલી સવારના 4:00 વાગ્યાની આસપાસ ના સમય દરમિયાન ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને ભાયલી તથા સમાની નવરચનાની બે  સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ આવ્યો હતો. જેથી પ્રિન્સિપાલ દ્વારા પોલીસને જાણ કરાતા વહેલી સવારથી જ બંને સ્કૂલો પર એસઓજી, બીડીએસ, ડોગ સ્કવોડ સ્થાનિક પોલીસનો કાપલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. સ્કૂલો ચાલુ હોવાના કારણે તમામ બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. એક તબક્કે બાળકો અને શિક્ષકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.

Most Popular

To Top