Vadodara

વડોદરા : બોગસ કુલમુખત્યાર તૈયાર કરી હુમલો કરવાના ગુનામાં ફરાર આરોપી કપડવંજથી ઝડપાયો

વડોદરા તારીખ 23
તરસાલી ખાતેની જમીનો બળજબરીથી પડાવી લેવા કાવતરુ રચી બોગસ કુ.મુ.તૈયાર કરી જીવલેણ હુમલો તથા મારામારી કરવાના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને કપડવંજ ખાતેના ખેતરમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. વડોદરા લાવ્યા બાદ આરોપીને મકરપુરા તથા પોલીસની આગળની કાર્યવાહી માટે સોપાયો છે.

વડોદરા શહેરમાં જુદા-જુદા ગુનાઓના કામે ફરાર થયેલ તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સુચના પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ વડોદરા શહેરના જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓની ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે શોધખોળ શરૂ કરી છે. દરમ્યાન વડોદરા શહેરમાં વર્ષ 2018માં જમીનના બોગસ દસ્તાવેજો કરી જીવલેણ હુમલો કરવા અંગેના મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં મારામારી ગુનામાં સંડોવાયેલ આરોપી ટીંકલ નટુભાઇ ભટ્ટ (રહે. વિશ્વાસ ફ્લેટ, ગુલાબ ટાવર પાસે, થલતેજ, અમદાવાદ) ની તપાસ દરમ્યાન અમદાવાદ ખાતેના તપાસ કરવામાં આવી હતી. પરંતુ આરોપી મળી આવ્યો ન હતો. આરોપી ટીંકલ નટુભાઇ ભટ્ટ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના વાઘજીપુર ગામ પાસે આવેલા વાત્રક નદીના તટ પર ઉત્કંઠેશ્વર યોગા આશ્રમ ખાતે આશ્રય લેતો હોવાની માહીતી ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્કંઠેશ્વર યોગા આશ્રમ ખાતે ખાનગી રાહે તપાસ કરવામાં આવતા નાસતો ફરતો આરોપી ઉત્કંઠેશ્વર યોગા આશ્રમથી આશરે બે કી.મી.ના અંતરે આશ્રમ માટે શાકભાજી લેવાના કામ માટે ખેતરમાં ગયો હોવાની માહીતી મળી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ખેડુત તરીકે ખેતરમાં જઇ શાકભાજી અંગે પુછપરછ કરી ખેતરમાં બન્ને ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા સાત વર્ષથી ફરાર આરોપી ટ્વિકલ નટુભાઇ ભટ્ટ ઝડપી પાડયો હતો. આરોપીને વડોદરા લાવી મકરપુરા અને રાવપુરા પોલીસ સ્ટેશનના આગળની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top