Vadodara

વડોદરા : ન.પ્રા.શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ સહિત બંને આરોપી ઘરને તાળુ મારી ભૂગર્ભમાં ઉતરી ગયાં

કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે ઠગાઇ કરવાના ગુનામાં ત્રીજા આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ

સુખલીપુરાની જમીન વેચવાના બહાને કાઉન્સિલર સાથે ઠગાઇ કરાઇ હતી

પ્રતિનિધિ વડોદરાતા .22

પાલિકાના વોર્ડ નંબર 3 ભાજપના કોર્પોટર પરાક્રમસિંહ જાડેજા સાથે જમીન વેચવાના બહાને ઠગાઇ કરનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ સહિત બે આરોપી દ્વારા ઠગાઇ કરાઈ હતી. ત્યારે વેચાણ દસ્તાવેજમાં મૂળ માલિક તરીકે સહિ કરનાર ત્રીજા આરોપીને ધરપકડ એક દિના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે સમા પોલીસે રિમાન્ડ પુરા થતા આરોપીને વધુ પુછપરછ માટે કોર્ટમાં રજૂ કરીને વધુ એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી દિલીપસિંહ ગોહિલ તથા કમલેશ દેત્રોજા પોતાના ઘરે તાળુ મારી પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

વડોદર શહેરના શહેરના વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર 3ના કોર્પોરેટેર પરાક્રમસિંહ જાડેજાને પૂર્વ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલિપસિંહ ગોહિલ તથા કમલેશ દેત્રોજાએ સુખલીપુરા ગામે આવેલી જમીન બતાવી હતી. બંને ઠગોએ આ જમીન મોરબીના અમૃતલાલની હોવા સાથે આ જમીન તેમને વેચવી હોવાનું કહ્યું હતું. જેથી કાઉન્સિલર ખરીદવા માટે રાજી થયા હતા.પરંતુ તેઓ લગ્નના પ્રસંગમાં વ્યસ્ત હોય બંને ઠગોએ તેનો લાભ ઉઠાવ્યો હતો અને તેમની ગેરહાજરીમાં જમીનના દસ્તાવેજ પર ભલે અમૃતલાલના આધારકાર્ડ સહિતના પુરાવા હોય પરંતુ મૂળ માલિક તરીકે બોગસ  વ્યક્તિ એવા સોઢા જામાજી પુજાજીને આધારે રજુ કરીને સહી કરાવી હતી અને જમીનના રૂ.1.45 કરોડમાંથી 21 લાખના અલગઅલગ ચેક દિલિપસિંહ તથા કમલેશને આપ્યા હતા. બાકીની રકમનો ચેક અમૃતલાલના નામનો બનાવ્યો હતો. પરંતુ કાઉન્સિલરે બંનેના કૌભાંડની જાણ થઇ જતા ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે માલિકના બદલામાં માલિક તરીકે સહી કરનાર સોઢા જામાજી પુજાજીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રિમાન્ડ પુરા ફરી તેને કોર્ટમાં રજૂ કરતા વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ પોલીસની ટીમ આરોપી દિલીપસિંહ ગોહિલ તથા કલમેશ દેત્રોજાના ઘરે તપાસ માટે જતા આરોપી પરિવાર સાથે ઘરને તાળુ મારી ભુગર્ભમાં ઉતરી ગયા છે. જેથી પોલીસે તેમની સઘન શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top