ગત તા.20જાન્યુઆરીના રોજ ફતેહગંજ ખાતે ‘ચાઇ ઝાયકા કેફે’માં મારામારી થઈ હતી
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
વડોદરા શહેરના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ તા.20 જાન્યુઆરીના રોજ રાત્રીના દસેક વાગ્યાના સુમારે ફતેહગંજ અવર લેડી પીલ્લર હોસ્પીટલ પાસે તથા ‘ચાઈ ઝાઇકા કેફે’મા કેટલા ઇસમો દ્વારા ઝગડો કરી મારામારી કરવામાં આવી હતી જે અંગેની વરધી મળતા ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.એમ. ગઢવી સા. તથા પોલીસ સ્ટાફ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યા હતા આ દરમિયાન ‘ચાય ઝાયકા કેફે’ના માલીકે કેફેમાં મારામારી દરમ્યાન થયેલ તોડફોડ અને નુકશાન બાબતે ફરિયાદ આપી હતી આ ઝઘડો અને મારામારી કરનાર આઠ ઇસમોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી. તેમજ અન્ય નહી પકડાયેલ ઇસમોને અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે
પકડાયેલ આરોપીઓના નામ સરનામાં
- નદીમ સલીમખાન મસીઉલ્લાખાન પઠાણ રહે, નુર બંગલોઝ, રહેમતપાર્કની બાજુમાં મધુનગર,ગોરવા, વડોદરા
2.ઔવેશ અબ્દુલ સતારભાઈ પઠાણ રહે- સાંઈનાથ સોસાયટી ગોરવા વડોદરા શહેર
- અનુરાગ અનીલભાઈ મિશ્રા રહે- ફુલવાડી ચાર રસ્તા પાસે કાન્હા પ્લેટીન ફલેટ નવાયાર્ડ વડોદરા શહેર
- સમીર ઝાકીરખાન પઠાણ રહે- સાંઈનાથ સોસાયટી ગોરવા વડોદરા શહેર
- સાજીદ ઝાકીરખાન પઠાણ રહે- સાંઈનાથ સોસાયટી ગોરવા વડોદરા શહેર
- સરતાજ ઇરફાનખાન પઠાણ રહે- અહેમદરઝાનગર, નવાયાર્ડ, વડોદરા શહેર
- શાનખાન અયુબખાન પઠાણ રહે-રસુલજીની ચાલ નવાયાડે નાળા પાસે જુના છાણી રોડ વડોદરા શહેર
- મોહમ્મદ સમીર પઠાણ રહે-રસુલજીની ચાલ નવાયાર્ડ નાળા પાસે જુના છાણી રોડ વડોદરા શહેર
સારવાર હેઠળના આરોપીઓ/વોન્ટેડ
- અજહર પઠાણ, (૨) વસીમ પઠાણ