વડોદરા શહેરમાં અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો પ્રવાસન અર્થે જતા હોય છે.ત્યારે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના અનુદાનમાંથી વડોદરા દર્શન નામની એસી બસ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.આ બસે માત્ર થોડા મહિનાઓજ શહેરમાં દર્શન આપ્યા.હાલ આ બસની ખસ્તા હાલત થઈ છે.ત્યારે, સામાજિક કાર્યકરે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. થોડા સમય ફર્યા બાદ આ બસ ક્યાંક ખોવાઈ ગઈ.
વડોદરા શહેરમાં આવતા પ્રવાસીઓ આ બસ થકી વડોદરા દર્શન કરે તે હેતુસર પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરા કોર્પોરેશનને 2015/16 માં ભેટ સ્વરૂપે તેમજ જાળવણી રાખશે તે હેતુસર પોતાના અનુદાનમાંથી આપવામાં આવી હતી. પરંતુ હવે આ બસ કમાટીબાગના પાછળના ભાગમાં ધૂળ ખાઈ રહી છે અને ક્યાંક હવે આ વડોદરા દર્શન બસના જો દર્શન કરવા હોય તો ધૂળ ખાતી બસ કમાટીબાગની પાછળ પડેલી છે. ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કોર્પોરેશન પર કટાક્ષ ભર્યા નિવેદનો આપ્યા હતા. સાથે જ ક્યાંક કોર્પોરેશન એ ગોટાળો કર્યો હોય તેવા આક્ષેપો પણ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
સામાજીક કાર્યકર કમલેશ પરમારએ જણાવ્યું કે, કમાટીબાગ ઝૂ પાછળ ગાર્ડનની ઓફિસ પાસે વડોદરા દર્શનની બસ ધૂળખાતી હાલતમાં પડેલી છે. વર્ષ 2015 માં આ બસનું તત્કાલિન સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ બસની માવજત રાખવામાં આવતી નથી. વડોદરામાં કોઇએ દર્શન કરવા હોય તો ક્યાંથી કરે, આ બસ કબાડીમાં જાય તેવું લાગી રહ્યું છે. આ બસના દર્શન વેબસાઇટ પર થતા હોય છે. બસના દર્શન કરવા હોય તો કમાટીબાગ આવી જવું પડશે. મોટા ઉપાડે વાહવાહી કરવા આયોજન કરવામાં આવે છે, પરંતુ આ પૈસા પાણીમાં ગયા છે. આની જગ્યાએ એમ્બ્યુલન્સની સેવા આપી હોત તો કોઇ દર્દીને કામ લાગી શકી હોત.