Vadodara

ચોમાસાની વિદાય બાદ પણ શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત

યોગ્ય રીતે માટી પુરાણ થતું નહીં હોવાને કારણે બે જગ્યાએ ભુવા પડ્યા

વડોદરામાં આવેલ પૂરની પરિસ્થિતિ સૌ નાગરિકોએ જોઈ પરંતુ પૂરના માહોલ બાદ વડોદરા શહેરમાં ભૂવાઓ પડવાનું હજીય યથાવત છે. વરસાદ બાદ છેલ્લા બે મહિનામાં વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં ભૂવાઓ પડ્યા. રસ્તાઓ ઉપર ભૂવા હતા કે ભૂવાઓની વચ્ચે રસ્તો તે સમજવું નાગરિકો માટે ખૂબ જ મુશ્કેલ હતું. શહેરમાં પૂરનાં પાણી તો ઓસરિયા પણ ફરીથી શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી રોડ પર ભુવો પડ્યો હતો. જેની માહિતી મળતા જ વડોદરા કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ભૂવા નું સમારકામ કરવાને બદલે વર્ક ઈન પ્રોસેસ નું બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું.

ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં એટલેકે મેયરના વિસ્તારમાં આજ રોજ મુખ્ય માર્ગ પર ભૂવો પડયો હતો અને ત્યાંથી નીકળી રહેલ ભારદારી વાહનનું વિલ ભૂવામાં ફસાયું હતું.
વડોદરામા સંતોક ચેમ્બર્સ પાસે ભુવો પડતા ટ્રક ફસાઈ જવાની ઘટના બની છે જેમાં શહેરમાં ચોમાસાની વિદાય બાદ પણ ભુવા પડવાનો સિલસિલો યથાવત છે.ત્રણ દિવસ પહેલા બીપીસી રોડ પર મોટો ભુવો પડ્યા બાદ આજે સંતોક ચેમ્બર્સ પાસે ભુવો પડતા ટ્રક ફસાઈ ગઈ હતી. અહીં નજીકમાં સેન્ટ જોસેફ સ્કૂલ પણ આવેલી છે. જેથી સ્કૂલના વાહનો અને વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે, ત્યારે ભુવાના કારણે વાલીઓમાં પણ ચિંતા ફેલાય છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ ગેસ લાઇન કે પછી ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવતા કેબલની કામગીરી બાદ યોગ્ય રીતે માટી પુરાણ થતું નહીં હોવાને કારણે અનેક જગ્યાએ ભુવા પડ્યા છે. તો કેટલીક જગ્યાએ પાણી ડ્રેનેજની લાઈનો જૂની થઈ જતા કેટલીક જગ્યાએ મોટા ભુવા પડ્યા હતા. સમારકામ પાછળ કોર્પોરેશનને અંદાજે પાંચ કરોડનો ખર્ચ કરવાનો વારો આવ્યો હતો. ચોમાસુ ગયું તેમ છતાં પણ હજી ભુવા પડવના ચાલુ છે.

Most Popular

To Top