Vadodara

ડભોઇ- વડોદરા માર્ગ પર પલાસવાડા ફાટક રેલવેનો સેફ્ટી ગાર્ડ ટ્રક થી ખેંચાયો, ટ્રાફિક જામ

ડભોઇ વડોદરા રાજ ધોરી માર્ગ પર પલાસવાડા રેલ્વે ફાટક પાસે રેલ્વેની ઇલેક્ટ્રિક લાઇનની સેફ્ટી માટે રેલ્વે તંત્ર ધ્વારા લોખંડ ના ઊંચા ગડર લગાવી ફાટકની બંન્ને સાઇડે સેફ્ટી માટેની ફ્રેમ લગાવાઈ છે.ત્યારે મહારાષ્ટ્ર પાર્સિંગની ઉંચી ટ્રક પસાર થતા સેફ્ટી ગાર્ડ ખેંચાઈ જતા ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો.
ડભોઇ ના પલાસવાડા ગામ પાસે થી પસાર થતી વડોદરા છોટાઉદેપુર,વડોદરા થી એકતા નગર ઇલેક્ટ્રિક ટ્રેનની લાઇનની સેફ્ટી માટે લોખંડ ની ફ્રેમ નો ઊંચો સેફ્ટી ગાર્ડ લગાવાયો છે.ત્યારે રાત્રીના 09 વાગ્યા બાદ મહારાષ્ટ્ર પાસિંગની ઉંચી ટ્રક વાયા ડભોઇ થઈ વડોદરા તરફ જતી હતી. જે પલાસવાડા ફાટક પહોંચતા ટ્રકના ચાલક ને ઊંચાઈ નો અંદાજ ના રહેતા ટ્રક રેલ્વેના સેફ્ટી ગાર્ડ માં ફસાઈ હતી.જેના કારણે સેફ્ટી ગાર્ડ પણ તૂટી જવા પામ્યો હતો. બનાવ ને પગલે માર્ગ પરથી પસાર થતા તમામ વાહનો થંભી ગયા હતા. સદનસીબે ટ્રક સ્થળ પર જ થંભી ગઈ હોય ઇલેક્ટ્રિક લાઇન ને નુકશાન થવા પામ્યું ના હતું.નહિતર મોટી હોનારત સર્જાવાની શક્યતા હતી.

અકસ્માત ની જાણ ભીલાપુર આઉટ પોસ્ટ પોલીસ ને થતાં એ.એસ.આઇ.બાલુભાઈ પોલીસ જવાનો સાથે ઘટના સ્થળે મારતે ઘોડે ધસી આવ્યા હતા.અને ટ્રાફિક હળવો કરવાની કાર્યવાહી કરી હતી.જો કે સેફ્ટી ગાર્ડ નીચે ફસાયેલ ટ્રક ને બાજુ પર ખસેડવાની તજવીજ સ્થળ પંચક્યાસ સાથે રેલ્વે તંત્ર ને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top