Vadodara

દશરથ ગામના ખેતરમાં પાણીના ખાડામાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો


*પુરુષ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું તથા છેલ્લા દોઢ મહિનાથી ગુમ હોવાનું જાણવા મળ્યું*

*પરિવારમાં પત્ની તથા 13વર્ષીય દીકરી છે, પુરુષ ખેતમજૂરી કરતો હતો*

(પ્રતિનિધિ) વડોદરા તા. 20


વડોદરા જિલ્લાના દશરથ ગામના એક ખેતરમાં પાણીના ખાડામાંથી સોમવારે સવારે એક આશરે 42 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની જાણ થતાં છાણી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સવારે આશરે સાડા દશ વાગ્યાના અરસામાં વડોદરા જિલ્લાના દશરથ ગામના વૈદિક પેટ્રોલિયમ કંપની પાછળ આવેલા ખેતરના પાણીના ખાડામાંથી અંદાજે 42 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જે અંગેની જાણ છાણી પોલીસ તથા ગામ લોકોને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિજનોના જણાવ્યા મુજબ આ વ્યક્તિનું નામ મુકેશભાઇ ઉર્ફે પિન્ટુ પરસોત્તમભાઇ સોલંકી છે. તે માતાજીવાળા ફળિયા દશરથ ગામમાં રહેતા હતા. પરિવારમાં પત્ની તથા 13 વર્ષની એક દીકરી છે જે અભ્યાસ કરે છે.મુકેશભાઇ ખેતમજૂરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓની માનસિક સ્થિતિ સારી ન હતી.તેઓ છેલ્લા દોઢેક મહિનાથી લાપતા થઈ ગયા હતા જે અંગેની જાણ પોલીસ ફરિયાદ પરિવાર દ્વારા છાણી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.દોઢેક મહિનાથી ગુમ મુકેશભાઇ નો મૃતદેહ સોમવારે પાણીના ખાડામાંથી મળતા છાણી પોલીસ દ્વારા મૃતકના મોતનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top