કપૂરાઇ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય ઇસમોને ઝડપી પાડ્યા
ગાંધીનગર ક્રાઇમબ્રાન્ચના કર્મચારીઓ હોવાની ઓળખ આપી હતી
(પ્રતિનિધિ) વડોદરા તા. 19
પોલીસની ખોટી ઓળખ આપી તરસાલી વિસ્તારના કલરકામ ના કોન્ટ્રાકટરને અપહરણ કરી ધાકધમકીથી ખંડણી માંગી પૈસા એક લાખથી વધુની રકમ પડાવી લેનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં કપુરાઈ પોલીસની ટીમે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૧૬/૦૧/૨૦૨૫ના રોજ શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મકાન નં.૪૩૧ આદર્શનગર મોટી મસ્જીદની પાછળ, તરસાલી બાયપાસ, ધનીયાવી રોડ, વડોદરા રહેતા અને કલરકામ સાથે સંકળાયેલ કોન્ટ્રાકટરને ત્રણ આરોપીઓએ જેમાં જયકુમાર કાંતીભાઈ ચંદુભાઈ મેતીયા ઉ.વ.24 હાલ રહે. બ્લોક નંબર 4મકાન નંબર 306 ચાણક્ય એપાર્ટમેન્ટ યુનીક આશીયાના સોસાયટીની બાજુમાં ગોતા અમદાવાદ શહેર મુળ રહે. ગામ-નિન્દ્રોડા પરમાર વાસ તા.સિધ્ધપુર જી.પાટણ
તથા ચિરાગ અમરતભાઇ મણાભાઇ ચાવડા ઉ.વ.25 હાલ રહે. 107 મંજી ભીલની ચાલી જુની મસ્જીદની નજીક અમરાઇ વાડી અમદાવાદ શહેર મુળ રહે.ગામ-ચંદ્રુમણા રોહીતવાસ તા.જી.પાટણ તથા મોહમદ ઇકરામ નઈમભાઈ મેમણ ઉ.વ.24 હાલ રહે.બ્લોક ઈ મકાન નંબર 304 લક્ઝુરીયા રેસીડેન્સી આર.સી. 85 રોડ ફતેવાડી અમદાવાદ શહેર મુળ રહે. આઇશા મંજીલ 1984 પાલનપુર દરવાજા જુના ડીસા તા.ડીસા જી.બનાસકાઠા
આરોપીઓએ પોતે ગાંધીનગર કાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાંથી આવેલા હોવાની ખોટી ઓળખ આપી આશીક હસન મુલ્લાને મારતા-મારતા અપહરણ કરી તેઓની ગાડીમાં બેસાડી વડોદરા થી અમદાવાદ લઈ ગયા હતા અને તેઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા દસ લાખની માંગણી કરી હતી અને જો પૈસા નહી આપે તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી અને આશીક હસન મુલ્લાનાબેંક એકાઉન્ટમાંથી તેમજ તેમની માનીતી બહેનના બેંક એકાઉન્ટ માંથી અલગ- અલગ બેંક એકાઉન્ટમાં બળજબરીથી કુલ રૂ.1,45,700ની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી તથા સાથે જ તેમનો મોબાઈલ ફોન લઈ લઈ તેઓને અમદાવાદ સીટીએમ પાસે રાત્રીના આશરે સાડા અગીયારેક વાગ્યાના સુમારે ગાડીમાંથી નીચે ઉતારી ત્યાંથી ભાગી ગયા હતા જે અંગેની ફરિયાદ કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા
કપૂરાઇ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી. કેમેરા તેમજ ટેક્નીકલ સોર્સીસ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ કરી ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા અને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે