Vadodara

શહેરના પશ્ચિમ ઝોનમાં પાણીમાં માટી મિશ્રણની શક્યતા : નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ

સિંધરોટ-ખાનપુર મુખ્ય ફીડર નલિકાનું જોડાણ કામગીરીના કારણે ત્રણ દિવસ અસર

તા. 20 જાન્યુઆરી 2025 થી 22 જાન્યુઆરી 2025 દરમિયાન સિંધરોટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વચ્ચેની 1080 મીમી વ્યાસની મુખ્ય ફીડર નલિકાનું જોડાણ કાર્ય હાથ ધરવામાં આવશે. આ કામગીરીને પગલે પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠા દરમિયાન માટીવાળું પાણી આવવાની સંભાવના છે.

પશ્ચિમ ઝોનમાં આવેલા ગાયત્રીનગર ટાંકી, વાસણા ટાંકી, હરીનગર ટાંકી અને તાંદલજા ટાંકીમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, આ કામના કારણે આ વિસ્તારોમાં પાણીમાં સામાન્ય માટીનું મિશ્રણ થઈ શકે છે.

કોર્પોરેશન દ્વારા નાગરિકોને આ સમય દરમિયાન પાણી ઉકાળીને, ગાળીને અથવા ફટકડીનો ઉપયોગ કરીને પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. પીવાના પાણીની ગુણવત્તા જાળવવા માટે આ પગલાં જરૂરી ગણવામાં આવ્યા છે.

Most Popular

To Top